ડીસામાં સગીર વિદ્યાર્થીનીની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષકના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા

- Advertisement -
Share

ડીસામાં ઘરે ભણાવવા જતા ટ્યૂશન સંચાલકે સગીર વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટા પાડી ખાનગી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 

ડીસાના એક ગામમાં ઘરે ભણાવવા જતા ટ્યુશન સંચાલકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી હોવાની ફરિયાદ નોધાઇ હતી. જેમાં માલગઢ ગામે રહેતા જય ટાંક નામનો 30 વર્ષીય યુવક એક પરિવારના ચાર વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેના ઘરે જતો હતો.
નરાધમ શિક્ષક
તે દરમિયાન એક દિવસ સગીર વિદ્યાર્થીનીને ટયુશન સંચાલક બાઈક પર બેસાડી હાઇવે પર આવેલી એક ખાનગી હોટલમાં લઈ ગયો હતો જ્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

 

જે અંગેની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ટ્યુશન સંચાલક જય ટાંકની અટકાયત કરી હતી તેમજ વધુ તપાસ માટે ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જે બાદ ડીસાની નામદાર કોર્ટએ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!