બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે જુગાર રમતાં 8 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 17,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે શનિવારે જુગાર રમતાં 8 શખ્સોને ઝડપી પાડયા છે.
જેમાં એલ.સી.બી. પોલીસે રૂ. 17,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ગઢ પોલીસે 8 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ સ્ટાફને શનિવારે ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચંડીસર ગામની સીમમાં આવેલા એક
ખેતરમાં તીનપતીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. તે હકીકતના આધારે એલ.સી.બી. પોલીસે રેડ કરતાં ખેતરમાં વાવેલ બાજરીના વાવેતર કરેલ ખેતરના સેઢા નજીક ઝાડ નીચે કેટલાંક શખ્સો ભેગા મળી જુગાર રમી રહ્યા હતા.
તે રેડ દરમિયાન રમેશજી ટાકરવાડીયા (ઠાકોર), સાહેબખાન અયુબખાન પોલાદી, ઇમરાનખાન નૂરખાન પોલાદી, સુરેશકુમાર નાઇ, વિક્રમકુમાર સોલંકી, જીતુભાઇ માળી, મહેન્દ્રકુમાર લુહાણા અને પ્રવિણભાઇ
ચંડીસરા જુગાર રમતાં રંગેહાથ ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે કુલ રૂ. 17,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે 8 શખ્સોને ગઢ પોલીસને સોંપી જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!