ડીસાના કંસારી ગામે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા પહોંચી, ભાજપ – કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં મંગળવારે આપના નેતા ઇસુદાન ગઢવી અને વિજય સુંવાળા મુલાકાતે આવ્યા હતા. જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આપમાં જોડાય તેવા દાવા થઇ રહ્યા છે. ઇસુદાન ગઢવીએ વી.ટી.વી. વખતે જ ખેડૂતોના માનીતા બન્યા હતા જે ફાયદો રાજકારણમાં થઇ રહ્યો છે. જ્યારે થરાદમાં પણ આપના નેતાઓ સભાને સંબોધી હતી.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં આમ આદમી પાર્ટી મજબૂત બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જેમાં દિયોદર તાલુકાના રૈયા ગામમાં મંગળવારે આપના નેતા ઇસુદાન ગઢવી અને વિજય સુંવાળા મુલાકાત લીધી હતી. કોરોના મહામારી મૃત્યુ પામનાર લોકોને પુષ્પોથી શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.

[google_ad]

જ્યારે આજે બુધવારે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ડીસાના કંસારી ગામે પહોંચી. આપના નેતા ઈશુદાન ગઢવી, વિજયભાઈ સુવાળા, ભેમાભાઈ ચૌધરી સહીત હોદેદારોએ કોરોનામાં મુત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી. આપના નેતા ઈશુદાન ગઢવીએ જન સંવેદના યાત્રા દરમિયાન ભાજપ, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

[google_ad]

આપના નેતાઓએ કોરોના સંક્રમણને અટકાવવા ભાજપ સરકારને નિષ્ફળ બતાવી, પેટ્રોલ ડીઝલ ભાવ વધારા મામલે પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ત્યારે જન સંવેદના યાત્રા દરમિયાન લોકોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને ઉખાડી ફેંકી દેવાની આમ આદમી પાર્ટી દ્વારા અપીલ કરવામાં આવી હતી. જોકે, જન સંવેદના યાત્રા દરમિયાન મોટીસંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાં.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!