વડગામનું ગુજરાતમાં પ્રખ્યાત એવા મનીભદ્ર વીરદાદાનું મંદિર ચૈત્રી પાંચમ સુધી બંધ

- Advertisement -
Share

ગુજરાતમાં પ્રખ્યાત એવા મનીભદ્ર વીરદાદાનું મંદિર ચૈત્રી પાંચમ સુધી બંધ રાખવાનો લેવાયો નિર્ણય ભક્તોને દાદાની ભક્તિ ઘરથી જ કરવાનું આહવાન કરતા ટ્રસ્ટીઓ.

 

 

વડગામ તાલુકાના મગરવાડા ગામની ઓળખ જ મનીભદ્રવીર દાદાના ધામ થકી છે હજારો ભક્તો દાદાના મંદિરે આવતા હોય છે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના લોકો આ દાદા પરતે શ્રદ્ધા ધરાવે છે અલગ અલગ માનતા લોકોની આસ્થા પર ખરા ઉતર્યાના અનેક દાખલાઓ મોજુદ છે.

 

 

પરંતુ કોરોના સંક્રમણનો ખતરો વધતા ક્યાંક ને ક્યાંક દાદાના શરણે આવતા લોકો વાયરસનો ભોગ ન બને અને સરકારી ગાઈડલાઈનનું પાલન થાય એ હેતુથી દાદાનું ધામ 14થી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

 

 

 

દાદાના ધામમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો દર્શનાથે આવે છે ત્યારે હાલ નવરાત્રીનો માહોલ છે જેથી ભક્તોનું ઘોડાપૂર ઉમટે એવી પરિસ્થિતિ હતી ત્યારે કોવિડના નિયમોના પાલન અને સંક્રમણ વધુ ન ફેલાય એવા આશય સાથે મંદિર બંધ રાખવામાં આવ્યું છે અને ભક્તોને દાદાની પૂજા અર્ચના ધરથી કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.

 

 

દાદાનું ધામ જૈન અને હિંદુ ધર્મ માટે આસ્થાનું ધામ બન્યું છે અહીંયા આવનાર દરેકની આસ્થા પૂર્ણ થાય છે જેના કારણે દાદાના ધામમાં મેળાવડો જામે છે પણ સંક્રમણને ધ્યાનમાં લઇ દાદાનું ધામ નિયત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!