પાલનપુર કલેક્ટર કચેરીમાં મંત્રીના અધ્યક્ષસ્થાને જીલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ

Share

બનાસકાંઠા જીલ્લાની 2 દિવસની મુલાકાતે પધારેલા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વના ધ્વજ વંદન કાર્યક્રમ અંગે શનિવારે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

[google_ad]

જેમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહીત વિવિધ કચેરીઓની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. કોરોનાની પહેલી અને બીજી લહેરના અનુભવોને આધારે સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલ આયોજનની મંત્રીએ માહિતી મેળવી હતી.

[google_ad]

આ બેઠકમાં મંત્રી વાસણભાઇ આહીરે કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વવાળી ટીમ બનાસકાંઠાને રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ‘લોકોની સેવા માટે હર-હંમેશ ખૂબ જ સક્રીય રહેતાં કલેક્ટર આનંદ પટેલ અને સમગ્ર ટીમને કોરોના કાળની સેવા બદલ બિરદાવી અભિનંદન પાઠવું છું. ભૂતકાળમાં એક સમય હતો કે, અરજદારોને કામ માટે ધક્કા ખાવા પડતા હતા.

[google_ad]

કર્મચારીઓ પણ દૂરથી આવેલા અરજદારને કાલે આવજા એવું સરળતાથી કહી દેતા હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્મયોગી ચિંતન શિબિર કરાવી રાજ્યમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરાવ્યું છે. આ ચિંતન શિબિરોના લીધે આજે રાજ્યના સાડા પાંચ લાખ કર્મયોગીઓ રજાની પરવા કર્યા વિના રાજ્યની સેવામાં સતત ખડેપગે કામ કરે છે.

[google_ad]

મારું કામ પુરૂ ન થાય ત્યાં સુધી હું ઘરે ન જાઉં એવી સાડા પાંચ લાખ કર્મયોગીઓના કર્મયોગને લીધે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે.’

 

[google_ad]

તેમણે રાજ્યના વિકાસની વાત કરતાં જણાવ્યું હતું કે, ‘સમગ્ર દેશમાં સૌપ્રથમ 24 કલાક વીજળી પુરી પાડનાર રાજ્ય આપણું ગુજરાત છે. જેની નોંધ લઇ દેશની જનતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે બેસાડ્યા છે એ સૌ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે. મંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહીત બનાસકાંઠા જીલ્લા અને રાજ્યની પ્રજાને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

 

[google_ad]

આ બેઠકમાં કલેક્ટર આનંદ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, નાયબ વન સંરક્ષક અભયસિંહ, નિવાસી અધિક કલેક્ટર એ. ટી. પટેલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, યુ.જી.વી.સી.એલ.ના મુખ્ય ઇજનેર એલ. એ. ગઢવી, અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. દેવ સહીત જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share