તા. 14 ઓગષ્ટ-2021, શનિવારના રોજ સવારે 9:15 કલાકે પાલનપુર તાલુકાના જગાણા સરકારી એન્જીનિયરીંગ કોલેજ-હોસ્ટેલ ખાતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જીલ્લાકક્ષાનો 72મો વન મહોત્સવ યોજાશે.

[google_ad]
જીલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી અંતર્ગત જગાણા સરકારી એન્જીનિયરીંગ કોલેજ અને હોસ્ટેલની જમીનમાં મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.
[google_ad]
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમ. ડી. મહેશસિંઘ, બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ, સામાજીક વનીકરણ વિભાગ, બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક અભયસિંહ, દાંતા રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી. ડી. ચૌધરી સહીત વન વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહેશે.