દાંતા નજીક વાહન ચાલકે યાત્રાળુઓને અડફેટે લેતાં 2 યાત્રાળુઓ ઘાયલ

- Advertisement -
Share

2 યાત્રાળુઓને સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

 

દાંતા તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત રહેતાં શનિવારે દાંતા તાલુકામાં 2 અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી.
દાંતાના આંબાઘાટી પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવતાં લોકોમાં અરેરાટી જોવા પામી હતી. કાવાથી યાત્રાધામ અંબાજી તરફ જઇ રહેલા યાત્રાળુઓને નશામાં ધૂત ગાડી ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કાર ચાલક નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે યાત્રાળુઓને અડફેટે લેતાં 2 વ્યક્તિઓને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. યાત્રાળુઓને અડફેટે લેતાં ગાડી ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
દાંતાના આંબાઘાટી પર અકસ્માતની જાણ 108 વાન એમ્બ્યુલન્સને થતાં તે ઘટનાસ્થળે આવી પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જયારે અકસ્માતમાં 2 યાત્રાળુઓને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ દાંતા પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!