પાલનપુર ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ સરકારમાં ધૂળ ખાતો જ રહી જતા આક્રોશ

- Advertisement -
Share

પાલનપુરમાં ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ સરકારમાં ધૂળ ખાઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટ હટાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી. જેને સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડરિંગ થયું હતું. જોકે, એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી. જે બાદ ફરી નવી એજન્સી માટેની દરખાસ્ત સરકારમાં પેન્ડિંગ છે.

 

શહેરના જાગૃત નાગરિકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “હાલમાં ડમ્પિગના લીધે રોડ પરની અવરજવર બંધ થઈ ગઈ છે. આ સાઈટને માલણ દરવાજાથી ખસેડીને અન્યત્ર લઈ જવા માટેની દરખાસ્ત કેટલાક વર્ષોથી રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે. હાલમાં ડમ્પીંગ સાઈડના લીધે 20થી વધુ પાલનપુર શહેરના વિસ્તારો રામપુરા સદરપુર બન્ને ગામડા દમની બીમારીનો સામનો કરી રહ્યા છે.
24 કલાક ડમ્પીંગ સાઈડ પર સળગતા ધુમાડાના લીધે રહીશોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. ભૂતકાળમાં અનેક વાર આંદોલનો થયા, રસ્તા રોકો આંદોલન થયા, આવેદનપત્રો અપાયા પરંતુ સક્ષમ નેતાગીરીના અભાવે નક્કર પરિણામ મળ્યું નથી.
હાલમાં જ્યારે પ્રધાનમંત્રી આવવાના હતા. ત્યારે અંબાજીમાં રાતોરાત ડમ્પીંગ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જોકે, અંબાજી ડમ્પિંગ સાઈટનો કચરો અન્યત્ર ઠાલવવામાં આવ્યો હતો જેનો કાયમી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. અત્યારે પાલનપુરમાં લાખો ટન 40 વર્ષ જૂનો કચરો હવે પહાડમાં પરિવર્તિત થઈ રહ્યો છે અને ડમ્પીંગ સાઈટની આસપાસ રહેણાંક વિસ્તારો વધી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!