થરાદમાં ટ્રેલર ચાલકે નાના-મોટા 7 જેટલાં વાહનોને અડફેટે લેતાં વાહનોનો કચ્ચરઘાણ નીકળ્યો : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

થરાદ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી જઇ ટ્રેલર ચાલકની અટકાયત કરાઇ

થરાદ ચાર રસ્તા પર રાજસ્થાન તરફથી આવતાં ટ્રેલરના ચાલકે નાના-મોટા વાહનોને અડફેટમાં લઇ શોપિંગમાં આવેલી ગેરેજની દુકાનમાં ટ્રેલર ઘૂસી જતાં અફડા-તફડી મચી ગઇ હતી.
સદનસીબે મોટી જાનહાની થતી ટળી હતી. આ બાબતની જાણ થરાદ પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી જઇ ટ્રેલર ચાલકની અટકાયત કરાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનના સાંચોર તરફથી થરાદ તરફ આવી રહેલ ટ્રેલરનો ચાલક બેફામ રીતે હંકારી ચાર રસ્તા પરના 2 બાઇક, એક રીક્ષા અને 4 જેટલી ગાડીઓને અડફેટમાં લઇ સામેના
ભાગે કોર્નર ઉપર આવેલા શોપિંગનો શેડ તોડી મોટર ગેરેજ દુકાનમાં ઘૂસી જતાં દોડધામ મચી ગઇ હતી. થોડા દિવસો પહેલાં કંડલાથી રાજસ્થાનના બાડમેર તરફ લઇ જવાતાં રીફાઇનરી રીએક્ટરોને પસાર થવા
ચાર રસ્તા પરનું ડીવાઇડર તોડી નાખવામાં આવ્યું હતું. જેને દિવસો વીતી ગયા હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડીવાઇડર બનાવવામાં નહીં આવતાં ચાર રસ્તા પર વાહન ચાલકોને સીધો દોર મળી
જતાં ગુરૂવારે આ ઘટના બનવા પામી છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી જવાબદાર ગણી શકાય તેવા સ્થાનિક લોકોના મુખે ચર્ચાઇ રહ્યું હતું.

 

ટ્રેલર ચાલક નશામાં હોવાથી પૂરઝડપે ટ્રેલર હંકારી આવતો હોવાથી વાહનોને અડફેટમાં લઇ દુકાનમાં ઘૂસી જવાની ઘટના બનતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
આ બાબતે થરાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રેલર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!