આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે : શિક્ષકનો આ વિડીયો સામે આવતાં શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ શરૂ કરાઇ છે
દાંતાની જોધસર પ્રાથમિક શાળાના શિક્ષકનો ચાલુ શાળાએ નશો કરેલા હોવાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે.
દાંતા તાલુકાની જોધસર પ્રાથમિક શાળાના શિક્ષકનો વિડીયો સામે આવતાં દાંતા તાલુકાના લોકો આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે.
ગુરુ સમાન શિક્ષક જ જો આ રીતે નશામાં ચૂર થઇને શાળામાં આવશે તો શું શિક્ષા આપશે ? તેવા પ્રશ્નો પણ વેગવંતા બન્યા છે. આ વિડીયો સામે આવતાં શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ શરૂ કરાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાનો દાંતા તાલુકો અને દાંતા તાલુકાની અંતરીયાળ વિસ્તારમાં આવેલી જોધસર પ્રાથમિક શાળા કે જે શાળામાં 300 જેટલાં વિદ્યાર્થીઓ ધો. 1 થી 7 સુધી અભ્યાસ કરે છે.
જેમાં કુલ 7 જેટલાં શિક્ષકો છે. તેમાંથી 2 શિક્ષિકા અને 5 શિક્ષકો છે. જેમાંથી 2 શિક્ષકો અવાર-નવાર દારૂના નશામાં ધૂત હોવાની ફરિયાદ બાળકો દ્વારા ઘરે કરવામાં આવતી હતી.
શાળાના શિક્ષક તેની ઓફીસમાં દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે શિક્ષકને પૂછવામાં આવે છે કે, કેટલો પીધો ? તો 2 કૂબા જણાવે છે.
આ શિક્ષક એટલો બધો નશામાં છે કે, ખુરશી પર બેઠા-બેઠા પણ લથડયા ખાય છે. જવાબ આપી શકે એટલો પણ હોશ જણાતો નથી કે શું બોલે છે એનું કોઇ ભાન નથી.
ઓફીસમાં સૂવા આવો કે ખાલી દારૂ પીવા ? જવાબમાં દારૂ કહે છે. ભણાવો છો કે દારૂ પીઓ છો ? એવું પૂછતાં દારૂ જ એવો જવાબ આપે છે, સાથે કહે છે છોકરાઓને મારે નહીં, અમે કેમ ન પીએ ? એવું કહે છે.
મને કોણ ના પાડે ? જ્યારે ભણાવાનું પૂછવામાં આવે છે ત્યારે કહે છે, તું કંઇ ભારત સરકાર નથી, સાથે કહે છે હું કોઇને ગણતો નથી, ચલ હટ.
સ્થાનિક લોકો જોધસર શાળામાં મુલાકાત લેવા પહોંચ્યા હતા. તે સમયે શિક્ષક નશામાં ધૂત હતો અને શિક્ષકને બોલવાનું પણ ભાન ન હતું.
જ્યારે સ્થાનિક લોકોએ વિડીયોમાં ઉલ્લેખ કર્યો હતો કે, તમે શાળાએ કેમ દારૂ પીને આવો છો ? શું બાળકોને ભણાવતા નથી ? અને કેમ દારૂના નશાની હાલતમાં બાળકો પર હાથ ઉપાડો છો ? બાળકો પર હાથ
ઉપાડતાં હોવાનો ઉલ્લેખ પણ વિડીયોમાં છે. આ બાબતે શિક્ષણ અધિકારી તપાસ કરે અને આવા નશાખોર શિક્ષકો સામે કાર્યવાહી કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.
ચાલુ શાળાએ સ્થાનિક લોકોએ મુલાકાત લેતાં ચાલુ શાળા દરમિયાન શિક્ષક નશાની હાલતમાં જોવા મળ્યો હતો.
શિક્ષકને બોલવાનું કે બેસવાનું પણ ભાન ન હોય તેવું આ વિડીયોમાં જોવા મળ્યું હતું. સ્થાનિક લોકોએ આ વિડીયો બનાવી સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો હતો.
દાંતા તાલુકાના જોધસર પ્રાથમિક શાળાના શિક્ષકનો આ વિડીયો સામે આવતાં શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ શરૂ કરાઇ છે. આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
જયારે જોધસર પ્રાથમિક શાળામાં દારૂ પીધેલી હાલતમાં શિક્ષકનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઇ જીલ્લા તંત્ર દોડતું થયું હતું.
ત્યારે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 2 શિક્ષકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. શાળામાં લેખિત અને રૂબરૂ નિવેદનો લીધા બાદ શિક્ષક સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ટી.પી.ઓ.ની તપાસમાં 2 શિક્ષક દારૂડીયા હોવાનું બહાર આવ્યું હતું. દાંતાના જોધસર ગામની પ્રાથમિક શાળાના દારૂડીયા શિક્ષક જોવરા બુંબડીયા અને નંદુ તરાલને સસ્પેન્ડ કર્યાં છે.
From-Banaskantha update