થરાદમાં 6 બંધ મકાનોમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા

- Advertisement -
Share

મેઇન દરવાજાના તાળા તોડી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના સહીત રોકડની લઇ ફરાર

 

લોકો ધંધા, નોકરી અર્થે શહેર કે મુખ્ય મથક સ્થળાંતર કરતાં હોય છે. ત્યારે સમગ્ર દેશમાં નવરાત્રિના 9 દિવસમાં ઉત્તમ ગણાતો આઠમનો દિવસ જે દિવસે હીન્દુ ધર્મના પોતાની કુળદેવીની પલ્લી ભરવા
પોતાના પરિવાર સાથે વતનમાં જાય છે. આધ્યાશકિત માતાજીની પૂજા-અર્ચના કરી કુળનું રક્ષણ કરવા કુળદેવીની પલ્લી ભરે છે.
ત્યારે ગઇકાલે થરાદમાં હાઇવે પર આવેલ અર્બુદાનગર સોસાયટીમાં રહેતો અને પતિ-પત્ની બંને આજાવાડા પ્રાથમિક શાળામાં નોકરી કરતાં હોય તે પોતાના વતન પાલનપુર નવરાત્રિમાં માતાજીની પલ્લી ભરવા ગયા હતા.

ત્યારે અજાણ્યા તસ્કરોએ રહીશોના બંધ મકાનોના મોડી રાત્રે મેઇન દરવાજાના તાળા તોડી ઘરમાં ઘૂસી તિજોરી અને કબાટ તોડી એક મકાનમાંથી અંદાજીત 3 તોલાથી વધુ સોનાના દાગીના અને રોકડ સહીત ચોરી કરી હતી
તેમજ અન્ય 4-5 મકાનોમાં કઇ ન મળતાં ગુસ્સે ભરાયેલ ચોરોએ માલ-સામાન વેરવિખેર કર્યો હતો. સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીતની ચોરી થતાં મકાન માલિક મુકેશભાઇ રાવે થરાદ પોલીસ
મથકે જાણ કરતાં પોલીસે ઘટના દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. સોસાયટીના રહીશોએ પોલીસ પેટ્રોલિંગ પર રોષ વ્યકત કર્યો હતો. સાથે નવરાત્રિના સમયે લોકોની બિન જરૂરી અવર-જવર પર પણ આક્ષેપો કર્યાં હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!