બનાસકાંઠાના 11 નાયબ મામલતદારને એક દિવસમાં મામલતદાર બનાવ્યા

- Advertisement -
Share

પ્રમોશનમાં 4 નાયબ મામલતદાર એવા છે. જેઓ નિવૃત્તિના દિવસે જ પ્રમોશન મળ્યું છે.

 

બનાસકાંઠાના 11 નાયબ મામલતદારને પ્રમોશન આપી મામલતદાર બનાવ્યા છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, પ્રમોશનમાં 4 નાયબ મામલતદાર એવા છે.
જેઓ નિવૃત્તિના દિવસે જ પ્રમોશન મળ્યું છે. સરકારે નિવૃત્તિના આગલા દિવસે કદર કરતાં તેમણે સન્માન ભેર વિદાય અપાઇ છે એમ કહી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

બનાસકાંઠા મહેકમ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત સરકારે બુધવારે સાંજે નાયબ મામલતદારમાંથી મામલતદારમાં પ્રમોશન આપ્યા તે પૈકી બનાસકાંઠાના 11 નાયબ મામલતદારને પ્રમોશન મળ્યું હતું.
જે પૈકી 4 નિવૃત્ત થયા છે. જેમાં એચ.વી. પ્રજાપતિ (જન સંપર્ક અધિકારી, નર્મદા), જે.એમ.પરમાર (મામલતદાર ચુંટણી, કલેકટર કચેરી, સાબરકાંઠા), આઇ.એમ.પટેલ (મામલતદાર, સૂઇગામ) અને એ.સી.સુથાર (જન સંપર્ક અધિકારી, પંચમહાલ) નો સમાવેશ થાય છે.’

 

આ ઉપરાંત જીલ્લાના જે અન્ય નાયબ મામલતદારોને મામલતદાર બનાવ્યા છે. જેમાં બી.પી.કાનાબાર (મામલતદાર પ્રોટોકોલ, કલેકટર કચેરી, નર્મદા), એચ.કે.પ્રજાપતિ (મામલતદાર, કલેકટર કચેરી,
મહીસાગર), આર.આર.ચૌધરી (મામલતદાર, લખપત), આર.એમ.પ્રજાપતિ (મામલતદાર ચુંટણી, કલેકટર કચેરી, કચ્છ), એમ.એમ.પ્રજાપતિ (મામલતદાર, માંડવી), એ.એમ.પ્રજાપતિ (મામલતદાર ચુંટણી, કલેકટર કચેરી, છોટાઉદેપુર) અને જે.એચ.પાણ (મામલતદાર, ભચાઉ) નો સમાવેશ થાય છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!