ડીસામાં અકસ્માત ટાળવા પશુઓના શિંગડા પર રેડિયમ પટ્ટી લગાવાઇ

Share

ડીસા નેશનલ હાઇવે તેમજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ પર અબોલ પશુઓ રાત્રીના સમયે અડ્ડીગો જમાવીને બેસે છે. ત્યારે જીવદયા માનવસેવા ફાઉન્ડેશન દ્વારા અંધકારના સમયે અકસ્માત ન થાય તે માટે રખડતાં પશુઓના શિંગડા ઉપર રેડીયમ પટ્ટી લગાવી એક ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

[google_ad]

જીવદયા કાર્યકર અને કાંટ પાજરાપોળના ટ્રસ્ટી સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારીના જન્મ દિવસ પ્રસંગે જીવદયા માનવસેવા ફાઉન્ડેશન ઈન્ડિયા દ્વારા શુક્રવારે ગૌરક્ષા સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો.

 

[google_ad]

જેમાં જીવદયા માનવસેવા ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ કમલેશભાઇ દેસાઈ, આશિષભાઇ શાહ, કલ્પેશભારથી ગોસ્વામી, અશોકભાઈ પુરોહિત તેમજ વિપુલભાઈ ઠક્કર જેવા મિત્રોના સહયોગથી નેશનલ હાઇવે શહેરની અંદર રોડ પર રાત્રી દરમિયાન અકસ્માતમાં ગૌમાતા ઘાયલ ના થાય તે માટે ગાયના શિંગડા પર રેડીયમ પટ્ટી લગાવવામાં આવી હતી.આ અંગે કમલેશ દેસાઇએ જણાવ્યું હતું કે, રેડીયમ પટ્ટી લગાવવાથી અકસ્માતમાં પણ ઘટાડો થશે.’

 

From – Banaskantha Update


Share