થરાદમાં મોટા ખાડામાં કાર ખાબકતાં નુકશાન

- Advertisement -
Share

અગાઉ પણ એક કાર ખાબકી હોવા છતાં તંત્ર દ્વારા પગલાં ન લેવાતાં લોકોમાં આક્રોશ ભભૂક્યો

 

થરાદના બસ સ્ટેશન આગળ ગટરના ખુલ્લા ખાડામાં એક કાર ખાબકી હતી. કાર ખાડામાં પડતાં કારને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. થરાદ બસ સ્ટેશન આગળ છેલ્લા ઘણા સમયથી ખાડો પડેલો છે.
જે થરાદ બસ સ્ટેશનમાં ગામડાઓમાંથી અનેક લોકોની દિવસમાં અવર-જવર થતી હોય છે અને ત્યાંથી વાહનો પણ અવર-જવર કરતાં હોય છે.
ત્યારે થરાદની મેઇન જગ્યા ઉપર આવેલા બસ સ્ટેશન આગળનો ખાડો જો સત્તાધીશોને ન દેખાતો હોય તેવી સ્થાનિક લોકોમાં બૂમરાડ ઉઠી છે.

આ ખાડામાં અગાઉ પણ ગાડી ખાબકી હતી. જેમાં ગાડીને ભારે નુકશાન થયું હતું. ત્યારે પણ ડેપોના અધિકારીઓને આ ખાડો ન દેખાયો અને તેનું સમારકામ ન કરતાં મંગળવારે અન્ય ગાડી ખાડામાં પડી હતી.
જેથી સ્થાનિક લોકોની મદદ વડે ગાડીને બહાર નીકાળવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે, આ ખાડાનું સમારકામ થશે ? સત્તાધીશોને ગટરના ખુલ્લા પડેલા ઢાંકણા નજરે પડશે ? કે પછી આવી રીતે અવાર-નવાર વાહનચાલકોને નુકશાન ભોગવવાનો જ વારો આવશે તેવા અનેક સવાલો ઉઠયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!