ડીસાના જૂનાડીસા નજીક મુસ્લિમ દંપતિ લૂંટાતાં ચકચાર

Share

ડીસાના જૂનાડીસા હાઇવે નજીક એક્ટીવા ઉપર આવતાં એક મુસ્લિમ દંપતિને બે અજાણ્યા સાઇકલ સવારોએ આંતરી હુમલો કરી મોબાઇલ અને એક્ટીવાની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના ગવાડી છોટાપુરા ખાતે રહેતાં હનીફભાઇ યાકુબભાઇ શેખ (ઉં.વ.આ. 54) સોમવારે પોતાના પત્ની રીહાનાબેન સાથે એક્ટીવા નં. GJ-08-BG-5003 લઇ જૂનાડીસામાં રહેતાં નસરૂદીનભાઇ શેખના ભાઇના લગ્ન હોઇ પ્રસંગમાં ગયા હતા અને સાંજે સાડા આઠેક વાગે પરત ડીસા ગવાડી તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન જૂનાડીસાથી આગળ સતરા શહીદ દરગાહના વળાંક નજીકથી પસાર થઇ રહ્યા હતા.

[google_ad]

advt

તે દરમિયાન રોડની સાઇડમાં સાઇકલ લઇ બે અજાણ્યા શખ્સો ઉભા હતા અને હનીફભાઇ એક્ટીવા લઇ નજીક આવતાં જ આ શખ્સોએ પોતાની સાઇકલ એક્ટીવા આગળ નાખતાં હનીફભાઇનું એક્ટીવા સાઇકલ સાથે અથડાઇ પડતાં દંપતી રોડ ઉપર પટકાયા હતા. આ દરમિયાન આ બંને શખ્સોએ હુમલો કરી હનીફભાઇ સાથે ઝપાઝપી અને માર માર્યો હતો.

[google_ad]

 

 

જ્યારે હનીફભાઇના ખીસ્સામાં રાખેલ વીવો કંપનીનો મોબાઇલ કિંમત રૂ. 7,000 અને એક્ટીવાની કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 37,000 ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ બનાવના પગલે હનીફભાઇ અને તેમના પત્ની ગભરાઇ ગયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share