ઇન્કમટેક્સના એડીશનલ કમિશનરે લાંચ લીધી : ઇન્કમટેક્સના એડીશનલ કમિશનર એ.સી.બી. ને હાથતાળી આપી ફરાર

- Advertisement -
Share

ફરિયાદી પાસે ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરતા હતા : એ.સી.બી. એ રકમ જપ્ત કરી

 

અમદાવાદના આશ્રમ રોડ પરના મુખ્ય આયકર ભવનમાં ફરજ બજાવતા ઇન્કમટેક્સના એડીશનલ કમિશનર રૂ. 30,00,000 ની લાંચ લીધી છે.
સંતોષ કારનાની નામના એડીશનલ કમિશનરે આંગડીયા પેઢી મારફતે રૂ. 30,00,000 લીધી હતી. જે એન્ટી કરપ્શન બ્યુરો એ.સી.બી. એ રીકવર કરી છે.
જોકે, એડીશનલ ઇન્કમટેક્સ કમિશનર પોતાની ઓફીસમાંથી એ.સી.બી. ને હાથતાળી આપીને નાસી છૂટ્યો છે. તો એ.સી.બી. આરોપી અધિકારી સામે ગુનો નોંધ્યો છે.
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા મુખ્ય ભવનમાં ફરજ બજાવતા એડીશનલ કમિશનર સંતોષ કરનાનીએ રૂ. 30,00,000 જેટલી રકમની લાંચ માંગી હતી. જેની રકમ આંગડીયા પેઢી મારફતે રીસીવ કરવા જતાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ થઇ હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, ઇન્કમટેક્સ વિભાગ, અમદાવાદ વિંગ દ્વારા ફરિયાદીના ઘરે, વ્યવસાયના સ્થળે અને ફરિયાદીની કંપનીના કર્મચારીઓને ત્યાં કરેલા સર્ચ કરાયું હતું.
તે દરમિયાન જપ્ત કરેલા કાગળો અને કરેલી કાર્યવાહીના કાગળોનો એપ્રેઝલ રીપોર્ટ બનાવવામાં આવેલા અને આ કાર્યવાહી બાદ સર્ચ બાબતનો કેસ ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદના સેન્ટ્રલ સર્કલ રેન્જ-1 ના એડીશનલ ઇન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાની પાસે હતો.

 

આ ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદના એડીશનલ ઇન્કમટેકસ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફીસે ફરિયાદીને બોલાવી ખૂબ જ મોટું આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપતાં અને
ફરિયાદીને આર્થિક નુકશાન ન થાય તેવું કામ કરવા માટે ફરિયાદી પાસે ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરતા હતા.

 

તા. 3 ઓક્ટોબર અને સોમવારે આરોપીએ ફરિયાદીને મળવા બોલાવેલા હોય જેથી ફરિયાદી તેઓને મળવા તેમની ઓફીસે ગયા હતા.
ત્યારે આરોપીએ ફરિયાદીને મદદ કરવાના ભાગ રૂપે રૂ. 30,00,000 ની લાંચની માંગણી કરી હતી અને તે રૂપિયા આરોપીએ ફરિયાદીને સિંધુભવન રોડ સ્થિત ધારા નામની કુરીયર ઓફીસ, સાંકેતિક એકાઉન્ટમાં
જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય, જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતાં મંગળવારે લાંચનું છટકું ગોઠવતાં સાહેદે આંગડીયા પેઢીમાં આરોપીને
આપવાના લાંચના નાણાં રૂ. 30,00,000 જમા કરાવેલા હતા અને આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને આંગડીયા પેઢીમાંથી આરોપીને આપવાના લાંચના નાણાં રૂ. 30,00,000 પંચો
રૂબરૂ રીકવર કરેલા છે. આરોપીની ઓફીસમાં એ.સી.બી.ની બીજી ટીમ જતાં હંગામો થતાં પોતાની ઓફીસમાંથી ભાગી ગયેલા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!