કાંકરેજમાં વિકાસના કામોના મંત્રીના હસ્તે ખાતમૂહૂર્ત કરાયું

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ તાલુકાના રૂની નવામાં પંચાયતી ઘર અને જાખેલ, ખસા અને ફતેગઢમાં આંગણવાડીના મકાનનું ગુરૂવારે ખાતમૂહૂર્ત કરાયું હતું.

 

 

આ અંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં શરૂ થયેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર તેજ ગતિથી આગળ વધારી રહી છે.

 

ગામડાના લોકોને પોતાના ગામમાં જ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે ગ્રામ સચિવાલય નામ આપી ગામડાઓને ઇન્ટરનેટ કનેક્ટીવીટીથી જોડવામાં આવ્યા છે.

 

ગામ લોકોને સુવિધાઓ પુરી પાડવા સરકારી સેવાઓનું ડીઝીટાલાઇઝેશન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જે ગતિથી દેશનો વિકાસ થઇ રહ્યો છે તેવી જ રીતે ગામડાઓના સર્વાંગી વિકાસ માટે પણ આ સરકાર સંકલ્પ બધ્ધ છે.

 

આજથી 20 વર્ષ પહેલાં આપણા ગામડાઓની કેવી સ્થિતિ હતી તે આપણે સૌએ જોઇ છે. આપણી પાસે ખેતીની જમીન હોવા છતાં સિંચાઇના પાણીની સુવિધાના અભાવે ગુજરાન ચલાવવા મજુરી કરવા બહાર જવું પડતું હતું.

 

આપણી સરકારે આ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડી અહીંની કાયાપલટ કરી છે. સિંચાઇ માટે નર્મદાનું પાણી અને 24 કલાક વીજળીની સુવિધા મળતાં ખેડૂતોના ખેતરોમાં હરીયાળી પથરાવાથી તેમની સુખ-સમૃધ્ધિમાં વધારો થયો છે.

 

લોકોની સુખાકારીમાં વધારો થતાં તેઓ બાળકોને સારૂ શિક્ષણ અપાવતા થયા છે. જે સરકારની નીતિઓને આભારી છે તેમ તેમણે જણાવ્યું હતું.

 

21 મી સદી જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ સમયમાં બાળકોને શિક્ષણ અપાવવું ખૂબ જ જરૂરી છે. પ્રાચીન ભારતમાં દેશ-વિદેશના લોકો આપણી તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વ વિધાલયમાં શિક્ષણ મેળવવા આવતા હતા.

 

આપણી ઋષિ પરંપરામાં પણ ગુરૂજીઓના આશ્રમમાં શિક્ષણ આપવામાં આવતું હતું. નવી શિક્ષણ નીતિના અમલથી આંગણવાડીના બાળકોને પાયાનું શિક્ષણ આપી ભવ્ય ભારતના નિર્માણ માટે સરકાર કટીબદ્ધ છે.

 

કોઇપણ સમસ્યાનો ઉકેલ શિક્ષણથી જ આવી શકે છે. નવી શિક્ષણ નીતિના અમલીકરણથી સંસ્કાર યુક્ત શિક્ષણ વડે શિક્ષિત અને સમૃધ્ધ રાષ્ટ્રનું નિર્માણ થશે. આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે.

 

આ ઉપરાંત બનાસ બેંક દ્વારા ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે ત્યારે તેનો લાભ લઇ સુખી-સમૃદ્ધ અને શિક્ષિત સમાજનું નિર્માણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.’

 

આ અંગે ખસા ગામની આંગણવાડીના ખાતમૂહર્ત પ્રસંગે ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રાજ્ય સરકાર લોકોને સામેથી યોજનાઓની સહાયના લાભો આપે છે.

 

ગામનો છેવાડાનો વ્યક્તિ પણ સરકારની યોજનાઓથી વંચિત ન રહે તે આ સરકારની નેમ છે. બનાસ બેંકના માધ્યમથી ખેડૂતો અને ગરીબોને મદદ કરી આર્થિક રીતે સધ્ધર બનાવવા છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!