વડાપ્રધાનના આગમનને લઇ અંબાજીમાંથી પસાર થતાં વાહનોને ડાઇવર્જન આપ્યું

- Advertisement -
Share

જીલ્લા કલેકટરે તા. 28, 29 અને 30 સપ્ટેમ્બર સુધી આ જાહેરનામું અમલી કર્યું છે : સુરક્ષાના કારણોસર જાહેરનામાનો ભંગ કરનાર ગુનાને પાત્ર બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંબાજી આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. વડાપ્રધાનની સુરક્ષાને લઇને પણ તમામ પ્રકારની તૈયારીઓ કરાઇ છે.
વડાપ્રધાનની અંબાજી મુલાકાતને લઇને જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી અને અંબાજીમાંથી પસાર થતાં વાહનોને ડાઇવર્જન આપ્યું છે.

 

જે પ્રકારે રાજસ્થાનથી હિંમતનગર અને અમદાવાદ જતાં વાહનો અંબાજીથી પસાર થાય છે તે વાહનોને રાજસ્થાનથી હડાદ ડાયવર્ટ કરી અને હિંમતનગર અને અમદાવાદ જવાનું રહેશે.
જોકે, વિરમપુરથી અંબાજી આવતાં અને હિંમતનગર-અમદાવાદ જતાં વાહનોને પાલનપુર ડાઇવર્જન અપાયું છે. વિરમપુરથી વાહનોને પાલનપુર જવાનું રહેશે.
જ્યારે દાંતાથી અંબાજી આવતાં વાહનોને પણ ડાઇવર્જન અપાયું છે અને તેઓ હડાદ થઇ અને હિંમતનગર જઇ શકશે. જીલ્લા કલેકટર આનંદ પટેલે તા. 28, 29 અને 30 સપ્ટેમ્બર સુધી આ જાહેરનામું અમલી કર્યું છે. ત્યારે સુરક્ષાના કારણોસર જાહેરનામાનો ભંગ કરનાર ગુનાને પાત્ર બનશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!