ડીસાના જૂનાડીસા નજીક ઇકો ગાડીને ડમ્પર ચાલકે ટક્કર મારતાં નુકશાન : મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક બુધવારે રોડની સાઇડમાં ઉભેલી ઇકો કારને પાછળથી આવેલા ડમ્પર ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી. પરંતુ ઇકો ગાડીના માલિકને મોટું નુકશાન થયું હતું. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

​​આ અંગેની વિગત એવી છે કે, ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

 

જેમાં બુધવારે ડીસા-પાટણ હાઇવે પર આવેલા ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક રોડની સાઇડમાં એક ઇકો ગાડી ઉભી હતી.

 

તે દરમિયાન પાછળથી આવી પૂરપાટઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે ઇકો ગાડીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.
ઇકો ગાડીમાં કોઇ જ વ્યક્તિ બેઠેલું ન હોવાથી મોટી જાનહાની ટળી હતી પરંતુ અકસ્માતના કારણે ઇકો ગાડીના માલિકને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!