voguerre sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN

વડોદરા યુવકની દાનત પારખી ધો.9ની વિદ્યાર્થિની ચાલુ સ્કૂટરે કૂદી પડી અને પીંખાતા બચી

- Advertisement -
Share

શહેરના છાણી રોડ પર પર સીતારામ સુપર માર્કેટ પાસે સ્કુલમાંથી છુટીને ઘેર જવા માટે રિક્ષાની રાહ જોઇને ઉભેલી વિદ્યાર્થીની પાસે સ્કૂટર લઇને આવેલા શખ્સે તેને ઘેર છોડી જવાની લાલચ આપી પોતાની સ્કૂટર પર કરોડીયા ગામ તરફના રસ્તા પર લઇ દુષ્કર્મની માંગણી કરતાં વિદ્યાર્થીની ચાલુ સ્કૂટર પરથી કુદી પડી હતી. સગીરાના પરિવારે આ મામલે છાણી પોલીસને જાણ કરતાં પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં આ અપહરણકાર નરાધમને ઝડપી લીધો હતો.

વિદ્યાર્થીએ હિંમતપૂર્વક કૂદકો માર્યો
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મંગળવારે છાણી રોડ પર આવેલ ખાનગી શાળામાં 9માં ધોરણમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની બપોરે પોણા બાર વાગે સ્કુલ છુટતાં ઘેર જવા માટે છાણી રોડ પર આવેલી નવી તાપી હોટલ પાસે ઉભી હતી. દરમિયાન, તે સમયે તેની પાસે સિલ્વર કલરની સ્કૂટર લઇને એક શખ્સ આવ્યો હતો. 40 વર્ષના આ શખ્સે વિદ્યાર્થીનીને તેને ઘેર છોડી જવાની લાલચ આપી તેની સ્કૂટર પાછળ બેસાડી હતી અને તેનું બદઇરાદાથી અપહરણ કરીને રામાકાકા ડેરીથી આગળ ગુરુદ્વારા સામેના કરોડીયા ગામ તરફ લઇ ગયો હતો. જો કે પોતાના ઘર તરફનો આ રસ્તો ના હોવાથી વિદ્યાર્થીની ગભરાઇ ગઇ હતી. આ શખ્સે ચાલુ સ્કૂટરએ વિદ્યાર્થીની સમક્ષ દુષ્કર્મની માંગણી કરી હતી જેથી વિદ્યાર્થીનીએ હિંમતપુર્વક ચાલુ સ્કૂટર પરથી નીચે કુદકો માર્યો હતો. તે સમયે કરોડીયા ગામના રવિરાજ ગોહિલ અને એક પંજાબી યુવક ત્યાંથી પસાર થતા હતા . તેમણે સગીરાને જોતાં તેઓ સગીરા પાસે ગયા હતા અને સમગ્ર મામલો જાણીને સગીરાની માતાને ફોન કર્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી
સગીરાની માતા પુત્રી પાસે જઇ માહિતી મેળવ્યા બાદ છાણી પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને પીઆઇ આર.એસ.ડોડીયાને સમગ્ર હકિકત જણાવતાં પોલીસે પીએસઆઇ અંબારીયા અને કોન્સ્ટેબલ મનુભાઇ પુંજાભાઇ સહિતના સ્ટાફની મદદથી સીસી ટીવી અને અન્ય માહિતીના આધારે સુરેશ અંબાલાલ વાંસફોડીયા (ઉ.30, શ્રીજી પાર્ક, છાણી કેનાલ રોડ)ને ઝડપી લઇ વધુ તપાસ આદરી હતી. પોલસની સર્તકતાને કારણે નવલખી જેવી ઘટનાનું પુનરાવર્તન અટકયું હતું.

સ્કૂટર અલગ રસ્તે લઇ જતા વિદ્યાર્થિની ગભરાઇ , બૂમાબૂમ કર્યા બાદ કૂદી પડી
સ્કૂટર પર સગીરાને બેસાડીને અપહરણકાર કરોડીયા ગામ તરફ લઇ જતાં વિદ્યાર્થીને પોતાની સાથે અઘટીત થશે તેવું લાગતા ગભરાઇ ગઇ હતી પણ તેણે હિંમત દાખવી બુમાબુમ કરી ચાલુ સ્કૂટરે કુદકો માર્યો હતો, જેથી સ્કૂટર ચાલક ભાગી ગયો હતો અને તે સમયે જાગૃત નાગરીકો પસાર થતા તેમણે વિદ્યાર્થીનીને સંભાળી લીધી હતી.

વિદ્યાર્થિનીનું અપહરણ કરનાર સુરેશ વાંસફોડીયા પોર્ન સાઇટ જોવાનો શોખીન
પોલીસે જણાવ્યું હતું કે દુષ્કર્મની કોશિશ કરનાર સુરેશ વાંસફોડીયા રિવોલ્વીંગ ચેરનો ધંધો કરે છે. તે 4 પુત્રીનો પિતા છે અને તેની પત્ની હાલ સગર્ભા છે. તેને મોબાઇલ પર પોર્ન સાઇટ જોવાની કુટેવ હોવાથી તે આ કૃત્ય કરવા પ્રેરાયો હતો.

પોલીસે કઇ રીતે આરોપીને પકડયો?
સગીરાની ફરિયાદ બાદ પોલીસ તુરંત એકશનમાં આવી ગઇ હતી. છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.ડોડીયા અને તેમની ટીમે બનાવ સ્થળના સીસી ટીવી ફુટેજ ચકાસતા બનાવ બન્યો તે પૂર્વે આ શખ્સે પોતાના ઘરનું કેબલ કનેકશનનું બિલ સીતારામ સુપર માર્કેટની એક શોપમાં ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કેબલ ઓપરેટર પાસેથી આ શખ્સની માહિતી મેળવ્યા બાદ તેનો સ્કૂટરનો નંબર મળ્યો હતો અને ત્યાર બાદ પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશનની મદદ વડે આ શખ્સનું સરનામું મેળવ્યું હતું અને ગણતરીના કલાકોમાં આરોપી સુરેશ વાંસફોડીયાને પોલીસે ઝડપી લઇ લોકઅપ ભેગો કર્યો હતો.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!