બનાસકાંઠામાં બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટે રૂ. 25 નો વધારો કરતાં પશુપાલકોમાં ખુશીની લહેર

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં પશુપાલકો માટે બનાસ ડેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવસેને દિવસે મોંઘા થતાં ઘાસચારા વચ્ચે દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમાં આનંદ છવાયો છે. બનાસ ડેરીએ શનિવારે પ્રતિ કિલો ફેટે રૂ. 25 નો વધારો કરતાં પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ વર્તાઇ રહી છે. જેના કારણે પશુપાલન કરતાં ખેડૂતો પશુઓને નિભાવવા મુશ્કેલ બન્યા હતા.

 

 

જ્યારે બનાસકાંઠા જીલ્લામાં સતત વરસાદના કારણે તમામ ઘાસચારો હતો તે તમામ નષ્ટ થયો હતો. જેના કારણે પશુપાલન કરતાં ખેડૂતોએ મોંઘાદાટ ઘાસચારો લાવી પશુઓને નિભાવ કરી રહ્યા હતા.

 

 

ત્યારે શનિવારે બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હીતમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે. મોંઘા થતાં ઘાસચારા વચ્ચે બનાસ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યો છે. બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટે રૂ. 25 નો વધારો કર્યો છે. જેના કારણે પશુપાલકોમાં ખુશીની લહેર ફેલાઇ છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!