કાંકરેજના અરડુવાડામાં ગૌચરની જમીન બાબતે થયેલી 2 જૂથો વચ્ચે અથડામણમાં 34 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

જમીનમાં ગાયો માટે હોસ્પિટલ બનાવવાના મુદ્દે ધિંગાણું થયું હતું : ધિંગાણામાં ગંભીર રીતે ઘવાયેલા 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા

 

કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામમાં મંગળવારે ગૌશાળા બનાવવાના મુદ્દે ઠાકોર અને દરબાર સમાજના જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 3 વ્યકિતઓની હત્યા થઇ હતી.
જ્યારે 10 થી વધુ લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે બંને પક્ષોએ સામસામે 34 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામમાં મંગળવારે જૂથ અથડામણમાં ઉંબરીના વિજુભા બબાજી વાઘેલા (ઉં. વ. આ. 56), જયપાલસિંહ જગતુભા વાઘેલા (ઉં. વ. આ. 20) અને
અરડુવાડાના સોમાજી ધારસંગજી કણેલીયાની હત્યા થઇ હતી. જ્યારે 10 થી વધુ લોકોને ઇજાઓ થઇ હતી. આ અંગે ભાવુજી ધારશીજી ઠાકોરે ઉંબરી ગામના ભરતસિંહ દિવણસિંહ વાઘેલા, ઇન્દ્રસિંહ ભરતસિંહ
વાઘેલા, જયપાલસિંહ જગતુભા વાઘેલા અને વિજુભા બાબુજી સામે તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવાની ફરિયાદ નોંધાવી હતી.

 

સામે પક્ષે ઉંબરીના અભેસિંહ બચુભા વાઘેલાએ બિમાર ગાયોની સારવાર માટે વાડો બનાવવાના મુદ્દે હુમલો કરનાર અરડુવાસના વાલજી ધારશીજી ઠાકોર, રાણાજી પથુજી ઠાકોર, મુકેશજી દલસંગજી ઠાકોર,
પ્રકાશજી દલસંગજી ઠાકોર, જીગરજી વાલજી ઠાકોર, હેમજી મણાજી ઠાકોર, ગોવિંદજી ઉમેદજી ઠાકોર, મુકેશજી ઉમેદજી ઠાકોર, ભાવનાબેન દલસંગજી ઠાકોર, અમરાજી સુરસંગજી ઠાકોર, સીતાબેન સુરસંગજી
ઠાકોર, જેણાજી બળવંતજી ઠાકોર, પ્રેમીબેન જેણાજી ઠાકોર, ઇન્દ્રાબેન જામાજી ઠાકોર, જામાજી ડાહ્યાજી ઠાકોર, જામાજી ધારજી ઠાકોર, અમરાજી રામાજી ઠાકોર, નારખનજી રામાજી ઠાકોર, બળવંતજી ઠાકોર,
ભલાજી બાવાજી ઠાકોર, પોપટજી તરખતજી ઠાકોર, મહેશજી બબાજી ઠાકોર, રણજીતજી પથુજી ઠાકોર, બકાજી રાજુજી ઠાકોર, દરીયાબેન પ્રહલાદજી ઠાકોર, ગોવિંદજી ઉમેદજી ઠાકોર, સીતાબેન સુરસંગજી
ઠાકોર, ભાવાજી મફાજી ઠાકોર, કીરણજી સામાજી ઠાકોર અને સોમાજી ધારસીજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને પક્ષના 34 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!