ડીસામાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ અધિક મુખ્ય સચિવની ખાત્રીથી મોકૂફ રખાઇ

- Advertisement -
Share

10 દિવસમાં આ પ્રક્રીયા નહીં થાય તો ફરી આંદોલન થશે : 17 જેટલાં પડતર પ્રશ્નોને લઇ મંગળવારે રાજ્યની સાથે બનાસકાંઠામાં પણ કર્મચારીઓએ લડત આરંભી હતી

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં મંગળવારે મહેસૂલી કર્મચારીઓની હડતાળ મોકૂફ રહી છે. અધિક મુખ્ય સચિવે તેમની માંગણીઓ મામલે ઝડપી પ્રક્રીયા કરવાની ખાત્રી આપતાં હડતાળ હમણાં પૂરતી મોકૂફ રખાઇ છે.
જૂની પેન્શન યોજનાના અમલીકરણ સહીત વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે છે.

ત્યારે ડીસા સહીત સમગ્ર જીલ્લાના મહેસૂલી કર્મચારીઓ મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાના હતા. જેમાં મહેસૂલી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફીક્સ પગાર પ્રથા બંધ

કરવી અને 7 માં પગાર પંચના વિવિધ ભથ્થાની ચૂકવણી સહીતના 17 જેટલાં પડતર પ્રશ્નોને લઇ મંગળવારે રાજ્યની સાથે બનાસકાંઠામાં પણ કર્મચારીઓએ લડત આરંભી હતી.

 

સરકાર નિરાકરણ નહીં લાવે તો મંગળવારથી તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાના હતા. પરંતુ અધિક મુખ્ય સચિવે દરમિયાનગીરી કરી કર્મચારીઓના પ્રશ્નો મામલે ઝડપી પ્રક્રીયા પૂર્ણ કરવાની ખાત્રી
આપતાં હાલ પૂરતી હડતાળ મોકૂફ રખાઇ છે. સાથે જ કર્મચારી મંડળે પણ જણાવ્યું હતું કે, ‘જો આગામી 10 દિવસ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ ફરી આંદોલનનો માર્ગ અપનાવશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!