ડીસા કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગ રૂપે ‘સડક સુરક્ષા, જીવન રક્ષા” વિષય પર વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું.
પ્રોગ્રામ ઓફિસર ડ.તૃપ્તિ સી. પટેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડીસા શહેર ટ્રાફિક પોલિસ સબ ઈન્સ્પેકટર એમ.ડી. પંચાલે વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતની ઘટનાઓ, અકસ્માતથી બચવાના ઉપાયો, હેભેટની આવશ્યકતાઓ, વાહનવ્યવહાર વિભાગના રસ્તા પર ચાલવાના તેમજ વાહન પાર્કિંગના નિયમો વગેરે બાબતોને અનુલક્ષીને વ્યાખ્યાન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકોની સાથે સાથે અન્ય વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પણ માર્ગદર્શન મેળવ્યું હતું. આચાર્ય રાજુભાઈ દેસાઈ તથા પ્રો.વંદનાબેન સી. સિસોદીયાની ઉપસ્થિતીમાં આયોજિત આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા.ર્ડા.ક્રિષ્નાબેન કે. શાંડપાએ કર્યું હતું.
From – Banaskantha Update