ડીસામાં એક સપ્તાહમાં સતત ત્રીજીવાર દુકાનોને અજાણ્યા તસ્કરો નિશાન બનાવતાં ચકચાર : વેપારીઓમાં ફફડાટ ફેલાયો

- Advertisement -
Share

રોકડ સહીત અંદાજીત રૂ. 2,75,000 ના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું વેપારીઓએ જણાવ્યું : પોલીસ તાત્કાલીક ચોરોને ઝડપી મધ્યમ વર્ગના વેપારીઓનો માલ-સામાન પાછો અપાવે તેવી માંગ કરી રહ્યા છે

 

ડીસામાં આખોલ ચાર રસ્તા નજીક બુધવારે વધુ 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી અંદાજીત રૂ. 2,75,000 ના મુદ્દામાલની ચોરી કરતાં ચકચાર મચી ગઇ છે.

એક સપ્તાહમાં સતત ત્રીજીવાર ચોરી કરી અજાણ્યા તસ્કરોએ હેટ્રીક લગાવતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે પોલીસ તાત્કાલીક ચોરોને ઝડપી વેપારીઓને તેમનો સામાન પાછો અપાવે તેવી માંગ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં છેલ્લા એક સપ્તાહથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. જેમાં બુધવારે આખોલ ચાર રસ્તા નજીક આવેલી વધુ 3 દુકાનોને નિશાન બનાવી હતી.
અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે આખોલ ચાર રસ્તા નજીક આવેલી હનુમાન ઇલેક્ટ્રીક, શ્રી ચામુંડા ઇલેક્ટ્રીક અને હનુમાન સબમર્સિબલ નામની 3 દુકાનના શટર તોડી તેમાંથી તાંબાના વાયર, ભંગાર અને રોકડ સહીતના માલ-સામાનની ચોરી કરી ગયા હતા.
બુધવારે વહેલી સવારે દુકાનોના શટર તૂટેલા જણાતાં વેપારીઓએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. જેથી ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં 3 દુકાનમાંથી રોકડ સહીત અંદાજીત રૂ. 2,75,000 ના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

 

ચોરી કરવા આવેલા અજાણ્યા તસ્કરો સી.સી.ટી.વી. કેમેરામાં પણ દેખાયા હતા. જેથી પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ડીસામાં એક જ સપ્તાહમાં સતત ત્રીજીવાર ચોરી થતાં હવે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસ તાત્કાલીક ચોરોને ઝડપી મધ્યમ વર્ગના વેપારીઓનો માલ-સામાન પાછો અપાવે તેવી માંગ કરી રહ્યા છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!