લોભામણી સ્કીમમાં 257 સભ્યોએ રૂ. 15.93 લાખ ગુમાવ્યા

- Advertisement -
Share

પાટણ શહેરમાં લોભાવણી ઇનામના ડ્રોની સ્કીમ મૂકી શહેરના લોકો ઈપાસે માસિક હપ્તામાં પૈસા લઇ રૂ. 15.93 લાખ જેટલી રકમ એકત્ર કરી નિરંજન બારોટ નામનો શખ્સ રફુચક્કર થઇ જતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

 

 

પાટણ શહેરમાં જયવીરનગરમાં રહેતા નિરંજન બારોટે શહેરમાં અગાઉ ત્રણ લકી ડ્રોની સ્કીમ મૂકી સફળતા પૂર્વક પૂર્ણ કરી વર્ષ 2017માં શ્રી શુભલક્ષ્મી ઇનામ સ્કીમ ડ્રો 4 શરૂ કરી હતી. જેમાં માસિક એક હજાર રૂપિયાના હપ્તા લઇ એકસાથે રકમ સાથે વ્યાજ અને ડ્રોમાં ઇનામ રાખી લોભાવાની સ્કીમના નામે 39 માસ સુધી અંદાજે 275 જેટલા સભ્યો પાસેથી હપ્તા ઉઘરાવી અંદાજે 15.93 લાખ રૂપિયા છેલ્લા ત્રણ ડ્રો ના ઇનામ વિજેતાઓને ન આપતાં સભ્યો દ્વારા તેમનો સંપર્ક કરતાં વાયદાઓ બાદ 18 ફેબ્રુઆરીએ નિરંજન મકાન અને ઓફિસ સાથે મોબાઈલ પણ બંધ કરી શહેરમાંથી ગાયબ થઇ જતાં સભ્ય બાલકૃષ્ણ જયશંકર રાજગોર દ્વારા મંગળવારે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 

 

ગ્રાહક જનકભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે મહિને 1 હજારના હપ્તા ભરી એક સાથે 55 હજાર રૂપિયા મળશે તો એટલી સાથે બચત થશે તેવા આશયથી અમે સ્કીમમાં સભ્ય બન્યા હતા. પરંતુ અંત સમયે જ અમારી બચતના પૈસા એ લઈ ભાગી જતા ખુબ દુઃખ થયું છે.

સભ્ય સંજય ભાઈએ જણાવ્યું હતું કે હાલમાં પોલીસે 16 લાખ આસપાસ રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. પરંતુ હકીકતમાં 270થી વધુ સભ્યો છે અને 80 લાખથી પણ વધુની રકમ સ્કીમના નામે પાટણ શહેરમાંથી નિરંજન બારોટ ઉઘરાવીને બધા પૈસા લઈ ભાગી ગયો છે.

 

 

સંજય દવેએ જણાવ્યું હતું કે મોટાભાગના સભ્યોમાં મધ્યવર્ગ ના હતા. કેટલાક સભ્યો તો મજૂરી કરીને મહિને થતી બચતમાંથી ભેગી થતી રકમ ભરતા હતા. દર મહિને 1 હજાર રૂપિયા 39 મહિના ભર્યા પછી ભાગી જતાં તેમની મૂડી સમાન રકમ લઈ ગયો હોવાથી લોકો માનસિક ટેન્શનમાં પણ આવ્યા છે.

તપાસ અધિકારી પીએસઆઇ પરિમલ દેસાઈએ જણાવ્યું હતું કે હાલમાં સભ્યોના નિવેદન આધારે ફરિયાદ મોદીને આરોપી આયોજકને ટેકનિકલ ટીમોની મદદથી શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે તેમજ આ સ્કીમના નામે વધુ કેટલા લોકોનું સાથે તેને છેતરપિંડી કરી છે તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે તપાસમાં જે પણ નીકળશે તે પ્રમાણે આગળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આરોપી ઝડપાયા બાદ પુછપરછ કરવામાં આવશે. જેમાં કેટલા પૈસા લીધા તે તથ્ય બહાર આવશે.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!