જૂનાડીસામાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી પીવાનું પાણી ન મળતાં લોકોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

તલાટી કમ મંત્રીએ પણ ફોન ન ઉપાડતાં લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો : પાઇપલાઇન રીપેર કરવામાં આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગ

ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં નવાવાસ વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 3 દિવસથી પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. જોકે, તલાટી કમમંત્રીએ પણ ફોન ન ઉપાડતાં લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે.

ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં નવાવાસમાં પીવાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેના કારણે નવાવાસ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચી શકતું નથી.

લોકો 3 દિવસથી પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જે મામલે સ્થાનિક લોકોએ તલાટી કમ મંત્રીનો મોબાઇલ પર સંપર્ક કરવાની કોશિષ કરી હતી.

પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયા બાદ 3 દિવસથી તલાટી પણ ફોન ઉપાડતાં ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.
આ અંગે બોર ઓપરેટર રૂપસિંગભાઇએ જણાવ્યું હતું કે, ‘3 દિવસથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઇ છે. જે અંગે તેમણે લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી પાઇપ રીપેર થઇ નથી.

 

જેથી લોકો તેમને હેરાન કરી રહ્યા છે. જ્યારે રમીલાબેન રાવળ સહીતના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, એક તરફ અત્યારે શ્રાવણ માસમાં મહીલા અને યુવતીઓને વ્રત ચાલી રહ્યા છે અને વહેલી સવારે ન્હાઇને મંદિરે જવાનું હોય છે.

 

પરંતુ પાણી નહીં આપતાં વ્રતધારી મહીલાઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તાત્કાલીક તૂટેલી પાઇપલાઇન રીપેરીંગ કરવામાં આવે અને રીપેર ન થાય ત્યાં સુધી લોકો માટે વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગ કરાઇ છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!