વડગામની દીકરીએ ભગવાનની મૂર્તિઓનું અપમાન થતું જોઇને માટીની 1000 મૂર્તિઓ બનાવી દીધી

- Advertisement -
Share

5 વર્ષ પહેલાં ગણેશ મહોત્સવના સમયે બાલારામ ફરવા ગઇ હતી. જોકે,ત્યાં ઘણા લોકો પીઓપીનું મૂર્તિનું વિસર્જન કરતા હતા. ભગવાનની મૂર્તિઓની આવી દશા, અપમાન થતું જોઇને વિચાર આવ્યો હતો કે, શા માટે માટીની મૂર્તિઓ ન બનાવું અને પછી ભગવાન સહિત દેશના મહાનુભાવો અને પશુ-પંખીઓની મૂર્તિઓ બનાવવાનુ શરૂ કર્યુ હતુ. અને આજદિન સુધીમાં 1000 ઉપરાંત માટીની મૂર્તિઓ બનાવી છે. તેમ વડગામ તાલુકાના પાંચડા ગામની દીકરી સુમનબેન કટારીયાએ જણાવ્યું હતુ.

 

 

વડગામ તાલુકાના પાંચડા ગામની વતની અને હાલ પાલનપુર પશુપાલન ખાતાની વસાતમાં રહેતી સુમન કટારીયા પુરૂ પાડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે, મને પેઇન્ટીંગમાં ખુબ રસ છે. ઘરે રાત્રે મૂર્તિ જ બનાવું છું માટીના લુવામાંથી વિવિધ પ્રકારની કૃતિઓ બનાવી પર્યાવરણનું જતન કરી માટીની મૂર્તિઓ બનાવું છું. જેમાં નખ, કાન, આંખો અને મૂર્તિની કોતરણી કરવામાં આવે છે. પ્રથમ તો ભારતના ઘડવૈયા બાબા સાહેબની મૂર્તિ બનાવી હતી. ત્યારબાદ મેં ઘણી બધી જેવી કે પશુ, પક્ષી, દેવી દેવતાઓ, નેતાઓની મૂર્તિ તૈયાર કરી છે. જેમાં કોરોના મહામારીમાં લોકડાઉન થયું ત્યારે ગણપતિ, રાધા કૃષ્ણ, આંબેડકર, એપીજે અબ્દુલ કલામ, મગર, મોર, જલપરી જેવી વિવિધ કલા આકૃતિઓ માટીમાંથી બનાવી હતી. આ કળા થકી ખેલ મહાકુંભમાંથી લઈ અનેક વિવિધ ક્ષેત્રોમાં નામના મળી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!