કાંકરેજમાંથી 18 જુગારીયો ઝડપાયા : 36,160નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરાઈ

Share

બનાસકાંઠા જીલ્લામાં છાસવારે જુગાર રમતા જુગારીયો ઝડપાતા હોય છે, આજે પવિત્ર શ્રાવણ માસ શરુ થયો ત્યારે ગઈકાલે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ વિસ્તારમાં પોલિસને ખાનગી રાહે બાતમી મળતાં જુગાર ધામ પર રેઇડ કરતાં 18 શકુનિયા ઝડપાયા.

Advt

[google_ad]

શિહોરી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરીને શ્રાવણિયો જુગાર રમતા જુગારીઓ રંગેહાથ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં કંબોઇ ગામેથી 18 જુગારી રંગેહાથ ઝડપાઈ જતાં જુગારીયોમાં ફફડાટ ફેલાયો છે.

[google_ad]

કાંકરેજના કંબોઈ વિસ્તારમાં ઝડપાયેલા 18 જુગારીયો પાસેથી કુલ મળીને 36,160 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી ને 18 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં અને ખેતરોમાં જુગાર ધામ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

From – Banaskantha Update


Share