ડીસાના રાજપુર નજીક બનાસ નદીમાં ડૂબી જતાં કિશોરનું મોત

- Advertisement -
Share

પોલીસે લાશનું પી.એમ. કરાવી વધુ તપાસ હાથ ધરી : પરિવારના માથે આભ ફાટ્યું

ડીસાની બનાસ નદીમાં વધુ એક કિશોર ડૂબતાં ચકચાર મચી ગઇ છે. રાજપુર નજીક બનાસ નદીમાં ન્હાવા જતાં 11 વર્ષના કિશોરનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. કિશોરની લાશને મોડી રાત્રે પાણીમાંથી બહાર કાઢી પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાની બનાસ નદીમાં 5 વર્ષ બાદ પાણી આવતાં આ વર્ષે નદીમાં ડૂબી જવાથી 10 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

 

ત્યારે રવિવારે સાંજે રાજપુર વિસ્તારમાં 11 વર્ષનો કિશોર નદીમાં ન્હાવા જતાં ડૂબી ગયો હતો. ડીસાના મોચીવાસમાં રહેતા ભવ્ય ધવડ નામનો કિશોર ડૂબ્યો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી

આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાની મદદથી તેની શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળના અંતે મોડી રાત્રે 2 વાગ્યે કિશોરની લાશ મળી આવી હતી. મજૂરી કરી ગુજરાત ચલાવતા પરિવારનો અને ધો. 5
માં અભ્યાસ કરતાં બાળકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે ડીસા સિવિલ હોસ્પિટલમાં કિશોરની લાશનું પી.એમ. કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!