ડીસામાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં કારને નુકશાન : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા

ડીસામાં નવા બસ સ્ટેશન આગળ જ બસનો ઓવરટેક કરવા જતાં કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ અકસ્માતને પગલે એક કલાક સુધી ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
ખાસ કરીને ઓવરટેક કરવાની લ્હાયમાં રોંગ સાઇડમાંથી પસાર થતાં વાહન ચાલકોના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે.
આવો જ એક વધુ અકસ્માત શનિવારે ડીસામાં જલારામ મંદિર નજીક સર્જાયો હતો. જેમાં બસની રોંગ સાઇડમાંથી ઓવરટેક કરવા જતાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મારુતિ કારને ડ્રાઇવર સાઇડમાં ભારે નુકશાન થયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની સર્જાઇ ન હતી.
પરંતુ મારુતિ કારને મોટું નુકશાન થયું હતું. અકસ્માતના કારણે બસના મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!