ડીસામાં રૂ. 500 કરોડની સહાય મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

નફ્ફટ ભારતીય જનતા પાર્ટીની સરકાર તંત્રનો દુરુપયોગ કર્યો છે અને દેશમાં પ્રથમ વખત સાધુ-સંતોની અટકાયત કરી છે

 

રૂ. 500 કરોડની સહાય મામલે ડીસામાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં શુક્રવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને આપના કાર્યકરોએ ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ શુક્રવારે ગૌ સેવકોના આંદોલનના સમર્થનમાં ઉતરી આવ્યા છે. આપના કાર્યકરોએ ડીસાની નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી ગાયો માટે જાહેર કરેલી સહાયની રકમ
તાત્કાલીક ચૂકવવા માટે રજૂઆત કરી હતી. જયારે ભાજપ સામે આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ‘જ્યારે ગૌસેવકો પોતાની માંગણીઓમાં સરકાર સામે રજૂઆત કરવા નીકળ્યા છે.
ત્યારે નફ્ફટ ભારતીય જનતા પાર્ટીની સરકાર તંત્રનો દુરુપયોગ કર્યો છે અને દેશમાં પ્રથમ વખત સાધુ-સંતોની અટકાયત કરી છે. દેશમાં પહેલી વખત પોલીસ ક્રાઇમને બદલે ગાયોને અટકાવે છે.
જે લોકોએ ગાયોના નામે મત મેળવી સરકાર બનાવી હતી. હવે તેમનો અસલી ચહેરો સામે આવી ગયો છે. જો સરકાર હજુ પણ સંચાલકોની વાત નહીં સાંભળે અને તાત્કાલીક સહાય નહીં ચૂકવે તો આગામી
સમયમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન થશે. જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!