4 વર્ષની બાળકીને કાનમાં કીડા પડતાં ડીસાના હીન્દુ યુવા સંગઠન વ્હારે આવ્યું

- Advertisement -
Share

રાજસ્થાનના બાકાસરના બાજુના ગામમાં રહેતાં પરિવારમાં દીકરીને કાનમાં કીડા દેખાતાં ડીસાની હોસ્પિટલે આવ્યા હતા

 

આ અંગે સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘સેવાભાવી મુકેશભાઇ વાલ્મીકીનો કોલ હતો કે, એક નાની બાળકી ખૂબ રોવે છે. કાનમાં કીડા પડી ગયા છે અને લોહી પણ આવે છે.
અમે તાત્કાલીક સ્થળ પર જઇને જોયું અને બાળકીની માતાને પૂછ્યું તો જાણવા મળ્યું કે, આ દીકરી 4 વર્ષની છે એનું નામ મીર્જાતી સલાભાઇ સિંધી (રહે. બાકાસર, રાજસ્થાન) કહ્યું હતું.
મીર્જાતીને 4 દિવસથી રોતી હતી અને એમને ગઇકાલ રાત્રે ખબર પડી કે કીડા પડયા છે. અમે આજે સવારના નીકળ્યા છીએ દવા કરાવવા પણ કોઇ તબીબ કેસ લેતાં નથી.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ જઇ આવ્યા બધા કહે છે કે, અમદાવાદ લઇ જાઓ. અમારી જોડે કોઇ સગવડ નથી.
હવે પાછા ગામ જઇએ અને પછી કઇક કરીશું. અમે એમને આશ્વાસન આપી કહ્યું કે, ચિંતા ન કરો હું સાથે આવું અને દવા કરાવીએ.
અમે ડીસાના પ્રાઇવેટ દવાખાને બતાવ્યું હતું. પાલનપુરની હોસ્પિટલમાં બતાવ્યું હતું. અંતે સિવિલ હોસ્પિટલમાં પણ બતાવ્યું હતું.

પણ કોઇએ સારવાર ન કરી. અમે અમદાવાદ જવાનું નક્કી કર્યું પણ બાળકીના સગા હતા તે કહે કે આજે અમે નઇ આવી શકીએ કાલે જઇશું અમારે ઘરે પણ કેવું પડે.

અમે ડીસા પરત આવતા હતા અને દીપકભાઇ કચ્છવાના પ્રયત્નોથી ડીસાના એક તબીબે કહ્યું કે, આવી જાઓ હું દવા કરી દઉં અને કીડા પણ કાઢીને સ્વસ્થ કરીશું. ડીસામાં આવેલ ડૉ. વસંતભાઇ મોઢ દ્વારા
પહેલાં તો જીવતા કીડા કાઢ્યા હતા અને દવા કરી અને કહ્યું કે, આવું 5 દિવસ કરવું પડશે એટલે અમે એમને માંડ સમજાવીને રાત્રે રહેવા માટે રેન બસેરામાં રહેવા અને જમવાની સગવડ કરી આપી હતી.

 

બીજા દિવસે સીટી સ્કેન કરાવીને ફરીથી જીવતા જીવડાં ડૉ. વસંતભાઇ મોઢ દ્વારા કઢાયા હતા અને આજે દવા કરી ઘરે મોકલ્યા હતા. આવતીકાલે બાળકીને લઇને આવી જશે અને બાળકી જ્યાં સુધી સાજી ન થાય ત્યાં સુધી બધી જ સગવડ કરાવી આપીશું.

 

આ કાર્યમાં દીપકભાઇ કચ્છવા, મેહુલભાઇ ઠક્કર અને વિપુલભાઇ ઠક્કરનો ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો અને તબીબ ડૉ. વસંતભાઇ મોઢને સંગઠન વતી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!