પુર ઝડપે દોડી રહેલ કાર વીજપોલ સાથે અથડાઈ : બેંગલુરુના ધારાસભ્યનાં પુત્ર-પુત્રવધૂ સહિત 7નાં મોત

Share

કર્ણાટકના બેંગલુરુમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જ્યાં એક ઓડી કાર વીજપોલ સાથે ધડાકા સાથે અથડાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોનાં મોત થયાં છે. તેઓ બધા કારમાં સવાર હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી જતાં એ વિખેરાઈ ગઈ હતી. આ ઓડી Q3 કાર હોસુર ડી.એમ.કેના ધારાસભ્ય વાય. પ્રકાશની હતી, જે એક ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં ધારાસભ્યનાં પુત્ર અને પુત્રવધૂ બંનેનાં મોત થયાં હતાં.

[google_ad]

મળતી માહિતી મુજબ, અકસ્માત મોડી રાત્રે લગભગ 1.45 વાગ્યાની આસપાસ થયો હતો. આ અકસ્માત બેંગલુરુ શહેરના કોરમંગલામાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઓડી Q3 ખૂબ જ સ્પીડમાં હતી અને એને કારણે એ બેકાબૂ થઈને વીજપોલ સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં ડીએમકેના ધારાસભ્યનાં પુત્ર અને પુત્રવધૂ બંનેનાં મોત થયા હતાં.

[google_ad]

આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 6 લોકોનાં તો ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ જતાં રસ્તામાં મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 3 મહિલા અને 4 પુરુષ હતાં.

[google_ad]

આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની ઉંમર વધારે ન હોતી. તેમાંથી એક હરિયાણાનો અને એક કેરળનો રહેવાસી પણ હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં કરુણા સાગર, બિંદુ (28), ઇશિતા (21), ડો.ધનાસુ (21), અજય ગોયલ, ઉત્સવ અને રોહિત (23) સામેલ છે.

 

From – Banaskantha Update


Share