ડીસામાં મગફળીના ઐતિહાસિક ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી : મગફળીના ભાવ જળવાઇ રહે તેવી ખેડૂતોની માંગ

- Advertisement -
Share

સામાન્ય રીતે પ્રતિ 20 કિલોએ રૂ. 1,100 થી રૂ. 1,200 મગફળીનો ભાવ રહેતો હોય છે : પ્રથમ દિવસે જ 20 કિલોએ રૂ. 1,401 જેટલો ઐતિહાસિક ભાવ બોલાયો

 

ગુજરાતમાં સૌથી વધુ મગફળીની આવક ધરાવતાં ડીસા માર્કેટયાર્ડમાં ગુરુવારે હરાજીમાં મગફળીનો ભાવ પણ સૌથી વધુ બોલાયા છે. 20 કિલોએ રૂ. 1,401 જેટલો ઐતિહાસિક ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે અને આ જ ભાવ જળવાઇ રહે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં મગફળીનું મબલખ વાવેતર થાય છે અને દર વર્ષે મગફળીના વાવેતરનો વિસ્તાર પણ વધી રહ્યો છે.

ત્યારે આ વર્ષે ડીસામાં ખેડૂતોને મગફળીનો ઐતિહાસિક ભાવ મળતાં ખેડૂત આલમમાં ખુશીની લહેર પ્રસરી છે. સામાન્ય રીતે પ્રતિ 20 કિલોએ રૂ. 1,100 થી રૂ. 1,200 મગફળીનો ભાવ રહેતો હોય છે.

પરંતુ ડીસા માર્કેટયાર્ડમાં ગુરુવારથી ચોમાસુ મગફળીની આવક શરૂ થઇ છે. જેમાં પ્રથમ દિવસે જ 20 કિલોએ રૂ. 1,401 જેટલો ઐતિહાસિક ભાવ બોલાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

 

આ વખતે ચોમાસામાં બનાસકાંઠા જીલ્લામાં અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઇ જતાં ખેડૂતોને મોટું નુકશાન વેઠવું પડયું હતું.
જેના કારણે મગફળીનો પાક પણ ઓછો થયો છે. પરંતુ હવે મગફળીના ઐતિહાસિક ભાવ મળતાં ખેડૂતો નુકશાનમાંથી રાહત અનુભવી રહ્યા છે અને આ જ ભાવ યથાવત જળવાઇ રહે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

 

ગુજરાતમાં સૌથી વધુ મગફળીની આવક ધરાવતું ડીસા માર્કેટયાર્ડ છે અને ગત વર્ષે એક દિવસમાં પણ સૌથી વધુ 1.3 લાખ બોરીની આવક થઇ હતી.
ત્યારે આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે ડીસા સહીત આજુબાજુમાં અનેક જગ્યાએ મગફળીનો પાક નષ્ટ થયો છે અને ઉત્પાદન પણ ઓછું થયું છે.

 

બીજી તરફ સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતાં ચીનમાં અત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ છે. જેના કારણે બનાસકાંઠા અને ગુજરાતમાં મગફળીનો ભાવ ઉંચકાયો છે.

 

અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થઇ રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ વખતે મગફળીની માંગની સામે ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. જેના કારણે મગફળીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે.
ત્યારે આગામી સમયમાં હજુ પણ મગફળીનો ભાવ વધશે તેમ વેપારીઓનું માનવું છે. ખેર ચીનમાં દુષ્કાળ હોય કે ગુજરાતમાં ઉત્પાદન ઓછું પરંતુ ખેડૂતોને તેનો સીધો લાભ થતાં જગતનો તાત હરખાઇ રહ્યો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!