સગીરા પર દુષ્કર્મ આચરી વિડીયો વાયરલ કરનાર વાવના સપ્રેડાના 3 શખ્સો પૈકી 1 શખ્સની જામીન અરજી ના મંજૂર કરી

- Advertisement -
Share

વાવ તાલુકાના સપ્રેડા ગામના 3 શખ્સોએ વાયરલ કર્યો હતો

 

સરહદી પંથકની એક સગીરા પર દુષ્કર્મ આચરી મોબાઇલમાં વિડીયો બનાવી વાવ તાલુકાના સપ્રેડા ગામના 3 શખ્સોએ વાયરલ કરતાં ચકચાર મચી ગઇ હતી.

જયારે તેણીને અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપીને વાતચીત કરવાના દબાણ કર્યાં બાદ સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો હતો.

 

3 શખ્સો પૈકી 1 શખ્સની જામીન અરજી થરાદની સેશન્સ કોર્ટે નકારી કાઢી સમાજમાં દાખલો બેસાડયો હતો. વાવ તાલુકાના સપ્રેડા ગામના વિક્રમભાઇ માદેવાભાઇ પટેલ (ઉં.વ. આ. 26), દિનેશભાઇ રવજીભાઇ
પટેલ (ઉં.વ. આ. 26) અને કિરણભાઇ ભુરાભાઇ પટેલ (હાયણી)એ ગત જુલાઇમાં સગીરા સાથે શારિરીક અડપલાં કરી વિડીયો બનાવી દુષ્કર્મ પણ કર્યું હતું.

 

3 શખ્સો પૈકી એક યુવકે બહાર ચોકી અને બીજાએ વિડીયો અને ત્રીજાએ તેણીનું શારિરીક શોષણ કર્યું હતું. ત્યારબાદ તેણીને અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપી વાતચીત કરવાનું દબાણ કરી અંતે તેણીનો વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો હતો.
આથી સગીરાએ સમાજમાં આબરૂ જવાના ભયથી ગત તા. 6 જુલાઇના રોજ દવા પીને આત્મહત્યાની કોશિષ કરતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાઇ હતી.
જ્યાં ઉપરોક્ત કારણની ખબર પડી હતી. આથી વાવ પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની તબક્કાવાર અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યાં હતા.

 

તપાસના અંતે પોલીસને આ વિડીયો વિક્રમના મોબાઇલમાંથી મળી આવ્યો હતો. જે દિનેશભાઇના મોબાઇલમાંથી ઉતારવામાં આવ્યો હતો અને તેણે તેને મોકલ્યા બાદ મોબાઇલ ગોધરા મુકામે પાણીમાં ફેંકી દીધો હતો.
જ્યારે કિરણભાઇએ પોતાનો ફોન ડીસા ફેંકી દીધો હતો. જયારે સગીરાના પિતા દ્વારા ન્યાયની માંગ અને પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરી સોગંદનામાં રજૂ કર્યાં હતા.
જે પૈકીના બહાર ચોકી કરી રહેલા મદદગાર યુવકે થરાદની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેની સામે સરકારી વકીલ વિજયભાઇ ગાંધીને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પી.જે. તમાકુવાલાએ જામીન અરજી ના મંજૂર કરી સમાજમાં દાખલો બેસાડયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!