ડીસાના મુડેઠામાં અશ્વ દોડ મામલે સમાજ વિરૂદ્ધ સોશિયલ મીડીયામાં ટીપ્પણી કરતાં લોકોમાં આક્રોશ ભભૂક્યો : શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ

- Advertisement -
Share

મુડેઠા-ગોગાપુરાના સરપંચે ભીલડી પોલીસમાં લેખિત ફરિયાદ કરી

 

ડીસા તાલુકાના મુડેઠા ગામમાં સોશિયલ મીડીયામાં અશ્વ દોડના વિડીયો મૂકતાં જેમાં સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરતાં ચકચાર મચી ગઇ છે.

ગોગાપુરાના સરપંચ ભીલડી પોલીસે ફરિયાદ કરી સમાજ વિરોધ ટીપ્પણી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ભાઇબીજના દિવસે પરંપરાગત અશ્વદોડનું આયોજન કરાય છે.
જે બાદ ગામના આગેવાનોએ અશ્વ દોડના વિડીયો, ફોટા અને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતા. જે વિડીયોમાં ગામના જ કેટલાંક લોકોએ સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી.

 

આ બાબત ધ્યાને આવતાં જ અશ્વદોડનું આયોજન કરનાર ક્ષત્રિય રાઠોડ સમાજના લોકોમાં ભારે આક્રોશ ભભૂક્યો હતો.
જે મામલે મુડેઠા-ગોગાપુરાના સરપંચ કિશનસિંહ રાઠોડે ભીલડી પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. સાથે જ સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!