બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ. 20 નો વધારો કર્યો : 4 લાખ પશુપાલકોને ફાયદો થશે

- Advertisement -
Share

3 માસમાં બનાસ ડેરીએ પ્રતિકિલો ફેટે રૂ. 50 જેટલો વધારો કર્યો

 

બનાસકાંઠા જીલ્લાની બનાસ ડેરીનું પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. બનાસ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 20 નો વધારો કર્યો છે. જે છેલ્લા 3 માસમાં બનાસ ડેરીએ પ્રતિકિલો ફેટે રૂ. 50 થી વધારો કર્યો છે.
બનાસ ડેરીના હેતુલક્ષી નિર્ણયના કારણે ડેરીના 4,00,000 થી વધુ પશુપાલકોને ફાયદો થશે. ઘાસચારા સહીત ખેત પેદાશોમાં ભાવમાં વધારો થતાં બનાસ ડેરીએ પશુપાલકો માટે હીત નિર્ણય લીધો છે.

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં પ્રતિકિલો ફેટે રૂ. 20 નો વધારો કર્યો છે. સતત 3 માસમાં રૂ. 50 જેટલો ભાવ વધારો કર્યો છે.

 

પહેલાં પ્રતિકિલો ફેટે રૂ. 25 નો દૂધના ભાવમાં વધારો કર્યો હતો. તે બાદ રૂ. 10 પ્રતિ કિલો ફેટ ભાવ વધારો કર્યો હતો અને રૂ. 50 નો પ્રતિકિલો ફેટે ભાવ વધારો કર્યો છે.
જેનો બનાસ ડેરીના 4,00,000 જેટલાં પશુપાલકોને ફાયદો થશે. ઘાસચારા સહીત ખેત પેદાશોમાં વધતા ભાવ વધારાને લઇ બનાસ ડેરી પશુપાલકો માટે હીતલક્ષી નિર્ણય લીધો છે.

 

આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘કૃષિ પેદાશોમાં જે પ્રમાણે ભાવ વધ્યો છે. જેના કારણે પશુને ખવરાવાના ચારાની અંદર પણ ભાવ ખાસ વધ્યા છે.

 

જેથી કરીને ઉત્પાદનનો ખર્ચો પશુપાલક બહેનો માટે ખાસ્સો વધે છે. એટલે અમારી બનાસ ડેરીએ નિર્ણય કર્યો છે કે, દૂધની અંદર ભાવમાં વધારો કરવો.

 

પહેલાં એક કિલો ફેટે રૂ. 25 3 માસ વધાર્યા વચ્ચે રૂ. 10 વધાર્યા હતા અને બીજા રૂ. 20 એટલે સળંગ 3 માસની અંદર રૂ. 50 કરતાં વધારે એક કિલો ફેટે પશુપાલક મહીલાઓ માટે વધારી છે. જે રૂ. 20 કિલો ફેટે અમે કરી રહ્યા છે.
આ રકમ જે અમે દૂધ જે પશુપાલન પાસેથી ખરીદીએ છીએ. જેમને વધારાની રકમ મળશે અમારા દૂધ જે ગ્રાહકો વાપરે છે. એમના માટે વધારાનું ચાર્જ અમે નહી લઇએ માત્ર વધારાની રકમ પશુપાલકોને ચૂકવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!