થરાદ: બેંકમાં લોન ભરવા ગયેલ ખેડૂતના રૂ. 3.45 લાખની થેલી લઇ ટાબરિયો રફ્ફુચક્કર, CCTVમાં થયો કેદ

- Advertisement -
Share

થરાદના ઇઢાટા ગામના ભીખાભાઈ કાળાભાઈ રાજગોર બેન્ક દ્વારા લીધેલ ધિરાણની ભરપાઈ કરવા રૂપિયા જમા કરવા ગયા હતા. તેઓ હાઇવે પર આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં ભરવા કાપડની થેલીમાં 3,45,950 કુલ રકમ લઈ ગયા હતા. પરંતુ બેંકમાં રૂપિયા ભરવાનો સમય પૂરો થતાં ખેડૂત એક કલાક સુધી બેંકમાં બેસી રહ્યો, તેનો ફાયદો ઉઠાવી ભીખાભાઈની નજર ચૂકવી ટાબરીયો થેલી સેરવી રફ્ફુચકર થઈ જતાં ખેડૂતે પોલીસ મથકે જાણ કરી હતી.

 

 

ખેડૂતો પોતાની જમીનના ડોક્યુમેન્ટના આધારે પાક ધિરાણ પેટે બેન્ક મારફતે લોન લેવામાં આવતી હોય છે. જે રકમ એક વર્ષની મુદત બાદ પરત બેંકમાં ભરપાઈ કર્યા બાદ ફરી નવેસરથી પાક ધિરાણ ખેડૂત મેળવી શકે છે.

જેથી ગુરુવારના રોજ તાલુકાના ઇઢાટા ગામના ભીખાભાઇ રાજગોરના હાથમાં રહેલી રકમ ભરેલી થેલીની ચીલઝડપ થતાં પસ્તાવવાનો વારો આવ્યો છે. આથી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી ચીલઝડપ કરનાર ટાબરીયા સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધર્યા.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!