ડીસામાં આંગણવાડી કાર્યકર બહેનોએ મામલતદાર કચેરીએ રામધૂન બોલાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

14 જેટલી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખશે અને કામકાજ પણ બંધ રાખશે તેવી ચિમકી ઉચ્ચારી

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો વિવિધ માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યાં છે.

જેમાં સોમવારે કાર્યકર બહેનોએ ડીસા મામલતદાર કચેરીનો ઘેરાવ કરી વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે સરકારને સદબુદ્ધી આવે તે માટે રામધૂન બોલાવી હતી.

જ્યાં સુધી સરકાર તેમની 14 જેટલી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખશે અને કામકાજ પણ બંધ રાખશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

બનાસકાંઠામાં આંગણવાડી કાર્યકરો-તેડાગર બહેનો 14 જેટલી માંગણીઓને લઇને હડતાળ પર છે અને છેલ્લા એક સપ્તાહથી તેમની હડતાળ જારી છે.

 

આંગણવાડી બહેનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા, પ્રાથમિક શાળાઓ સાથે રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો તેમજ ખાનગીકરણ બંધ કરવા સહીત 14 જેટલી

 

માંગણીઓ મામલે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. જીલ્લામાં 5,000 થી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનો હડતાળ પર છે. જેમાં સોમવારે ડીસામાં પણ 200 થી વધુ આંગણવાડી કાર્યકર હતા અને સરકારને
સદબુદ્ધી આવે તે માટે રામધૂન બોલાવી પ્રાર્થના કરી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!