ધાનેરામાં વેલેન્ટાઇન ડે તરીકે નહી પણ માવતર પૂજન તરીકે ઉજવણી કરાઇ

- Advertisement -
Share

 

એજયુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ધાનેરા તાલુકાના ગામડાઓમાં જે નિરાધાર, અશક્ત વૃદ્ધ કે જેમના બાળકો એમને સાચવતા નથી અને ત્યકતાની રીતે જીવન ગુજારે છે તેવા વૃદ્ધ જે 60 વર્ષથી ઉપરના માતા અને વડીલોને સંસ્થા દ્વારા રાશન કીટ, ધાબળા, સ્વેટર અને કપડાં વગેરે સહાય કરવામાં આવે છે.

 

 

આ વર્ષે વેલેન્ટાઇન ડે ને ધાનેરામાં એક નવિન રીતે ઉજવી વૃદ્ધ વડીલોના પગ ધોઇ અને એમનું પૂજન કરીને પશ્ચિમી સંસ્કૃતિને ભૂલી ભારતીય સનાતન પરંપરાના દાખલો બેસાડયો હતો.

 

 

દાતા મણીબેન અમુલખભાઇ સવાણી ધાનેરાવાળાના પુત્ર કિશોરભાઇ શાહ જીવદયા (શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ) ના સહયોગથી નિરાધાર અને અશક્ત કુલ 58 વડીલોને વિવિધ ગામોમાંથી કાર્યકરોએ સોમવારે સવારે વહેલા ધાનેરા ખીચડી ઘર લાવવામાં આવ્યા હતા અને લક્ઝરી બસમાં અંબાજી મંદિર અને બાલારામ દર્શન કરાવ્યા હતા.

 

 

વૃધ્ધ લોકોની સેવા માટે હીતેશભાઇ ઠક્કર, મણીલાલ ડાભી, રેવાજી ઠાકોર, હંસાભાઇ ડાભી, પ્રવિણભાઇ ગોહીલ, વાસુદેવભાઇ સોની અને ઉંમર લાયક વડીલોને સાચવીને તીર્થ દર્શન કરાવ્યા હતા.

 

અંબાજી મંદિરમાં વૃદ્ધોને દર્શન માટે બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ આનંદભાઇ પટેલની સુચનાથી અંબાજી મંદિરમાં ગિરીશભાઇ પટેલ, વિપુલભાઇ ગુર્જર અને સુનિલભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા મંદિરમાં વી.આઇ.પી. દર્શન કરાવીને માં અંબાનો પ્રસાદ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.

 

આ વડીલોને રસ્તામાં ભજન સત્સંગ, બગીચામાં વિવિધ રમતો રમાડી અને એમને દાતાના સહયોગથી ધાબળો, ટુવાલ, ચપ્પલ, પ્રસાદી અને ગૃપ ફોટોની યાદગીરી રૂપે ભેટ આપી એમને એમના ઘર સુધી ગામડે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

 

આ અંગે દાતા કિશોરભાઇ શાહ (જીવદયા) અને સંસ્થાના પ્રમુખ પારસભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘કોઇ પણ કોમવાદ કે જાતિવાદ વગર દરેક જાતિના વૃદ્ધોને ઉંચ-નીચના ભેદભાવ વગર ધાનેરામાં સૌપ્રથમવાર આવી રીતે તા. 14

 

ફેબ્રઆરીના રોજ માવતર પૂજન કરીને સંસ્થાના કાર્યકરોએ હિન્દુ સંસ્કૃતિના દર્શન કરાવ્યા તે ખૂબ સરાહનીય છે અને આપણે સૌએ પણ નાત જાતના ભેદભાવ ભૂલી મનુષ્ય તરીકે દરેક વૃદ્ધોની સેવા ચાકરી કરવી જોઇએ.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!