ડીસામાં નવા બિલ્ડીંગના બાંધકામ સામે નગરપાલિકાએ મનાઇ હુકમ ફરમાવ્યો

- Advertisement -
Share

બાંધકામ સમય મર્યાદામાં પૂર્ણ ન કરતાં ડીસા નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ

ડીસાની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા આદર્શ હાઇસ્કૂલના નવિન બિલ્ડીંગમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી મંજૂરીની શરતોનો ભંગ થતાં બુધવારે નગરપાલિકા દ્વારા બાંધકામ કરવા પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. પ્રતિષ્ઠીત સંસ્થાની કામગીરી સામે કાર્યવાહી થતાં શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ હાઇસ્કૂલ અને ઓ. મા. ઉચ્ચતર માધ્યમિક શાળાના નવિન મકાનનું ડીસાના ત્રણ હનુમાન મંદિરથી આગળના વિસ્તારમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

જેમાં સંસ્થા દ્વારા નગરપાલિકાની મંજૂરી મેળવી મંજૂરીની શરતોનો ભંગ કરાયો હોવાની અરજી થઇ હતી. ત્યારબાદ નગરપાલિકાએ સંસ્થાને 2 વખત નોટીસો આપી ખુલાસો કરવા અને બાંધકામ એક વર્ષની
સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં જણાવ્યું હતું. જોકે, સંસ્થા દ્વારા સમય મર્યાદામાં બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું. જેથી બાંધકામની મુદ્દતનો વધારો મેળવવા કાર્યવાહી કરી છે.

 

કે કેમ તે મુજબની નોટીસ પણ નગરપાલિકાએ આપતાં સંસ્થાએ તેનો જવાબ રજૂ કર્યો હતો. જોકે, સંસ્થાનો જવાબ યોગ્ય જણાયો ન હોવાથી નગરપાલિકાએ નોટીસ આપી તાત્કાલીક અસરથી બાંધકામ
બંધ કરવા અને જો બાંધકામ બંધ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. ડીસાની પ્રતિષ્ઠીત સંસ્થાની કામગીરી સામે સવાલ ઉઠતાં અને ડીસા નગરપાલિકા દ્વારા બુધવારે કડક કાર્યવાહી થતાં ડીસા શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!