એ.સી.બી ની સફળ ટ્રેપથી નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયો

- Advertisement -
Share

જાંબુઘોડા ખાતે મામલતદાર કચેરીમાં ફરજ મામલતદાર ઓફિસના ઇન્ચાર્જ નાયબ મામલતદાર 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે વડોદરા લાંચ રિશ્વત બ્યુરો શાખાની ટીમના છટકામાં પકડાયો હતો. એસીબી પોલીસે કાર્યવાહી કરી હતી.

 

વડોદરા એ.સી.બી શાખાની ટીમના પીઆઈ એસ. એ. રાઠોડને ખાનગી રાહે માહિતી મળેલ કે મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે જાતિ આવકના દાખલા માટે આવતા અરજદાર પાસેથી કાયદેસરની ફી ઉપરાંત રૂપિયા 100થી 500 સુધીની રકમ લાંચ તરીકે લેવાઈ રહી છે. જેમાં ઉપરોક્ત રકમ લાંચરૂપી હોઈ હકીકતની ખરાઈ કરવા અને સત્ય જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા 23 જૂનના રોજ ડિકોયરનો સાથ સહકાર મેળવી જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે છટકાનું આયોજન કરાયું હતું.

 

 

છટકામાં ડિકોયર પાસેથી નવીન નારીયાભાઈ રાઠવા ઇન્ચાર્જ એટીવીટી ના. મામલતદાર જાંબુઘોડા તેમજ પૂર વિભાગના રેગ્યુલર નાયબ મામલતદાર હાલ રહે બોડેલી, જિ. છોટાઉદેપુર મૂળ. રહેવાસી. સધલી. તા.પાવી જેતપુરએ જાતિનો દાખલો કાઢી આપી ડિકોયર સાથે વાતચીત કરી રૂ.200(બસો)ની માગણી કરી અને સ્વીકારી લાંચના છટકામાં આબાદ ઝડપાઇ જઈ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દૂર ઉપયોગ કરી ગુનો કર્યો હતો.

 

 

વડોદરા એસીબીના સુપરવિઝન અધિકારી ગઢવી મ.નિયામક એસીબી વડોદરા એકમની સૂચના હેઠળ એસ.રાઠોડ પોઇ એસીબી વડોદરા ફિલ્ડ વડોદરા તથા સ્ટાફે સફળ ટ્રેપનું આયોજન કરી લાંચ લેતાં ઝડપાઇ જનાર ના.મામલતદાર નવીન રાઠવા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!