ડીસામાં અકસ્માત નિવારણ સમિતિ તેમજ જલારામ ટ્રસ્ટ દ્વારા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાનું સન્માન કરાયું

Share

આજરોજ જલારામ મંદિર ભવન ખાતે અકસ્માત નિવારણ સમિતિ અને જલારામ ટ્રસ્ટ દ્વારા ડીસાના ધારાસભ્યનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજરી રહી ધારાસભ્યને શુભેચ્છાઓ પાઠવી હતી.

[google_ad]

ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ હતી. રોજેરોજ ડીસા શહેરમાં તથા ટ્રાફિકના કારણે વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને હેરાન પરેશાન થવું પડતું હતું. ડીસાએ વર્ષોથી વ્યાપારી મથક માનવામાં આવે છે જેના કારણે બનાસકાંઠા જીલ્લા સહિત રાજસ્થાનમાંથી ખરીદી કરવા માટે વેપારીઓ રોજેરોજ મોટી સંખ્યામાં ડીસા ખાતે આવે છે જેના કારણે ડીસા શહેરના હાઈવે વિસ્તારોમાં રોજેરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર-જવરના કારણે મોટો ટ્રાફિક સમજાતું હતું.

[google_ad]

 

આ ટ્રાફિકના કારણે અનેક વાર નાના-મોટા અકસ્માતો સર્જાયા છે અને આવા અકસ્માતોમાં અનેક માસુમ લોકોએ પોતાની જિંદગી પણ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે વારંવાર સર્જાતું ટ્રાફિક અને અકસ્માત નિવારવા માટે ડીસાના સ્થાનિક લોકો દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં બ્રિજ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ડીસાના ધારાસભ્ય તરીકે શશીકાંતભાઈ પંડ્યા ચાર્જ સંભાળતાની સાથે જ ડીસાને કરોડો રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં મોટી સફળતા અપાવી હતી.

[google_ad]

જે અંતર્ગત રવિવારે ડીસાના જલારામ ભવન ખાતે અકસ્માત નિવારણ સમિતિ અને જલારામ ટ્રસ્ટના સભ્યો દ્વારા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાને ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના સભ્યો તેમજ અકસ્માત નિવારણ સમિતિ અને જલારામ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાની આ કામગીરી કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

 

From – Banaskantha Update


Share