ડીસામાં હીન્દુ યુવા સંગઠન દ્વારા જર્જરીત મકાનને તોડી નવું પાકું મકાન બનાવી આપી માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું

- Advertisement -
Share

ડીસાના શિવનગરમાં આવેલ એક જર્જરીત મકાનને તોડીને નવું પાકું પતરાવાળુ મકાન બનાવી આપ્યું

 

આ અંગે સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘મહીના પહેલાં ડીસાના શિવનગરમાં એક વૃદ્વાના મકાનનું કામ ચાલું હતું.
તે સમયે લક્ષ્મીબેને અમારો સંપર્ક કરી જણાવ્યું હતું કે, અમારી પરિસ્થિતિ સારી નથી અને મકાન પડી જાય એમ છે મદદ કરો તો મહેરબાની.

અમે રૂબરૂમાં જઇને જોયું તો જાણવા મળ્યું કે, લક્ષ્મીબેનના ઘરથી છૂટક કામ કરે છે અને એક દીકરો અને એક દીકરી છે.

તેમનો પરિવાર માંડ ઘરનું ગુજરાન ચલાવે છે અને જોયું કે મકાન એકદમ જર્જરીત હાલતમાં હતું અને વરસાદમાં પતરામાંથી પાણી પડે અને રહેવાય એવું લાગ્યું ન હતું.

અમે સંગઠન મિત્રો સાથે વાત કરીને મકાનને પાડીને પાયાથી માંડીને ચણતર, પ્લાસ્ટર, કલર અને લાઇટ સહીતની વ્યવસ્થા કરી આપી હતી. આ કામથી પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.
શુક્રવારે નવરાત્રિના પાંચમના દિવસે સંગઠન મિત્રો સાથે લક્ષ્મીબેનની દીકરીના હાથે માટલી મૂકાવી ઘરમાં પૂજા કરી પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.
સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોની, દીપકભાઇ કચ્છવા, અમિતભાઇ જોષી અને જયદીપભાઇ ચોખાવાલાએ સહયોગ આપ્યો હતો.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!