અંબાજીની 65 વર્ષથી પદયાત્રા કરતાં માળી ગામના 81 વર્ષના વયોવૃદ્ધ

- Advertisement -
Share

16 વર્ષની યુવા વયે પદયાત્રાનો રંગ લાગ્યો

 

હિંમતનગર તાલુકાના માળી ગામના વયોવૃદ્ધ દેવાભાઇ લખાભાઇ પટેલ (ઉં. વ. આ. 81) છેલ્લા 65 વર્ષથી દર વર્ષે નિયમિત એકલા જ પદયાત્રા કરી અંબાજીના દર્શન કરવા જાય છે.
1957 ના વર્ષમાં 16 વર્ષની યુવા વયે પદયાત્રા કરી માં અંબાના દર્શન કરવાની લગની લાગતાં હાલ આ દેવાભાઇ પટેલ પોતાની 81 વર્ષની ઉંમરે વયોવૃદ્ધ થયા હોવા છતાં ચાલુ વર્ષે પોતાની નેમ પાળવા પગે
ચાલીને માં અંબાના દર્શને ઉપડયા છે. વયોવૃદ્ધ દેવાભાઇ પટેલ આજે પણ યુવાનોને શરમાવે તેવું ખડતલ અને નીરોગી શરીર ધરાવે છે. તેઓ તેમના વતન માળીથી અંબાજી સુધીનું 122 કી.મી. નું અંતર 3
દિવસમાં પૂરુ કરી પરત ફરે છે. અંબાજી જતાં માર્ગો પર પદયાત્રીઓની સેવામાં ચા-નાસ્તા સહીત જમવાની સુવિધા મળતી હોવા છતાં તેઓ છેલ્લા 65 વર્ષથી પદયાત્રા દરમિયાન પોતાના ઘરેથી લીધેલા
ભોજન અને નાસ્તાથી પેટ ભરી પોતાની પદયાત્રા પૂરી કરે છે. જૈફ વયે પદયાત્રા કરતાં દેવાભાઇ પટેલ જણાવ્યું હતું કે, ‘હું યુવાવયથી અંબાજી પગે ચાલીને જાઉં છું. માર્ગ પર પાણી-શરબત સિવાય કોઇ
વિસામામાં મળતાં ભોજન લેતો નથી. નાની વયથી લીધેલ નેમને પરિપૂર્ણ કરવા દર વર્ષે એકલા જ પદયાત્રા કરી દર્શન કરવા જવું છું. જ્યાં સુધી શરીર સાથ આપશે ત્યાં સુધી હું દર વર્ષે માં અંબાના દર્શન કરતો રહીશ.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!