અમીરગઢના ભડથ નજીક 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાલક ફસાઇ જતાં મોતને ભેટ્યો

- Advertisement -
Share

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફીકને નિયંત્રણ કરી અકસ્માતનો ગુનો નોંધ્યો

 

અમીરગઢ તાલુકાના ભડથ ગામ નજીક 2 ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકનો ચાલક ફસાઇ ગયો હતો.

જેથી તેને બહાર કાઢવા માટે 2 થી 3 કલાક સુધી ભારે જહેમત કરી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, 3 કલાક સુધી મોત સામે લડી અંતે તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
2 ટ્રકો વચ્ચે અકસ્માત થતાં જ એલ.એન્ડ.ટી. વિભાગ અને અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફીકજામ થયો હતો. જેથી ટ્રાફીક નિયંત્રણ કરવાના પ્રયત્નો પોલીસે હાથ ધર્યાં હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત્ત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલા એક ટ્રક ચાલકે બીજા ટ્રક સાથે ધડાકાભેર અથડાવતાં અકસ્માત સર્જાયો હતો.

 

જેમાં રાજસ્થાની માર્બલ ભરીને આવી રહેલો ટ્રક ચાલક ટ્રકમાં ફસાઇ ગયો હતો. અકસ્માતની જાણ એલ.એન્ડ. ટી. વિભાગ અને અમીરગઢ પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

ટ્રક અંદર ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે પોલીસ અને એલ.એન્ડ. ટી. વિભાગે 2 થી 3 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી.

 

પરંતુ 2 ટ્રકો વચ્ચે ચાલક ફસાઇ જવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. 2 થી 3 કલાક મોત સામે લડી આખરે પ્રાણ ત્યાગી દીધો હતો.
આ અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફીકજામ સર્જાયો હતો. જેથી પોલીસે ટ્રાફીક નિયંત્રણ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!