થરાદ-સાંચોર હાઇવે પર બોલેરો અને પીકઅપ જીપડાલા વચ્ચે ધડાકાભેર ટક્કર : 2 વ્યકિતઓ ઘાયલ

- Advertisement -
Share

બંને વ્યક્તિઓને થરાદની 108 વાન એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

 

થરાદ-સાંચોર હાઇવે પર મેસરા નજીક સાંચોર તરફથી પોતાની બોલેરો લઇ અજમલભાઇ રામાભાઇ પટેલ ચૌધરી સમાજના લોકો થાવર ચૌધરી સમાજનું સંમેલનનો કાર્યક્રમ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા.

તે દરમિયાન સાંચોર થઇ થરાદ તરફ આવતી વખતે તેમની બોલેરો ગાડી આગળ પીકઅપ જીપડાલું જેમાં ભેંસો ભરેલી હતી તે જઇ રહ્યું હતું.
ત્યારે બોલેરો જીપમાં સવાર લોકો અંદરોઅંદર ઝઘડો થતાં બોલરો જીપ આગળ જતી ભેંસો ભરેલી પીકઅપ જીપડાલા ગાડીને બોલેરો ચાલક ધડાકાભેર ટક્કર મારી હતી.

અકસ્માતમાં પીકઅપ જીપડાલા ગાડી ભેંસો સાથે ફગોળાયું હતું અને બોલેરો પણ રોડ નીચે ખેંચાઇ જતાં બોલેરો ચાલકને હાથને ફ્રેક્ચર થયું હતું અને અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાસ્થળે લોકો દોડી આવી બંને વ્યક્તિઓને થરાદની 108 વાન એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!