ચા કરતા કીટલી ગરમ: ડીસામાં સરપંચ પતિની તલાટી પર દાદાગીરીનો વિડીઓ વાઈરલ, ‘ચાવી આપીને જતો રે અહીંયાથી ****’ કહી તલાટીને કાઢી મુક્યા

- Advertisement -
Share

ડીસા તાલુકાના ઝેરડા ગામે સરપંચના પતિ ગ્રામપંચાયતની ઓફિસમાં તલાટી સાથે બિભત્સ વર્તન કરી જેમ તેમ બોલ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કામ બાબતે તલાટી સાથે અસભ્ય વર્તન કરી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી પણ સરપંચ પતિ લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તલાટી મંડળમાં ભારે નારાજગી જોવા મળી રહે છે. જોકે, આ મામલે તલાટી અને સરપંચ પતિ બંનેએ આ વીડિયો સાચો હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ કે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી.

 

 

ડીસા તાલુકાના ઝેરડા ગામે અત્યારે તલાટી તરીકે ગજુભાઈ ગુર્જર ફરજ બજાવી રહ્યા છે. જેમાં કામ બાબતે સરપંચના પતિ અને તલાટી વચ્ચે રકઝક થઈ હતી. તે દરમિયાન ગ્રામ પંચાયતની ઓફિસમાં જ સરપંચ જેબરબેન રબારીના પતિ પીરા રબારી ઉશ્કેરાઈ ગયા હતા.

તેમણે ઓફિસની અંદર લોકોની સામે જ તલાટીની સાથે જેમ તેમ બિભત્સ વર્તન કર્યું અને ગંદામાં ગંદા અપશબ્દોનો ઉપયોગ કર્યો. સરપંચ પતિએ અરજદારોની સામે ગાળો બોલી હતી. એટલું જ નહીં પરંતુ તલાટીને ચોર કહી ઓફિસમાંથી જતા રહેવાનું કહ્યું હતું. બાદમાં સરપંચ પતિએ તલાટીને ઓફિસમાંથી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી પણ લઈ લીધી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!