બનાસકાંઠામાં હિત એન્ડ રનની ઘટના છેલ્લા કેટલાક સમયથી વધતી જાય છે ત્યારે આજે ડીસાના પેછડાલ ત્રણ રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની. આ ઘટનામાં અકસ્માતમાં ટેટોડાના બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા.
ઘટનાની જાણકારી મુજબ બાઈક પર બેઠેલ બે વ્યક્તિઓને સ્વીફ્ટ ગાડીએ ટક્કર મારતા ઘટના સ્થળે જ બંને વ્યક્તિઓ દમ તોડ્યો. પેછડાલ ત્રણ રસ્તા પર ટક્કર મારી અકસ્માત સર્જ્યા બાદ સ્વીફ્ટ ગાડી ચાલક ફરાર થયી ગયો હતો. મૂર્તક ટેટોડાના ઈશ્વરભાઈ પટેલ અને ભીખાભાઇ પટેલ હોવાનું આવ્યું સામે.

આ ઘટનામાં ટેટોડાના બે વ્યક્તિઓના મોતના સમાચાર મળતા ટેટોડા ગામમાં છવાયો માતમ. ડીસા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૂર્તકની લાસને પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ.
From – Banaskantha Update